° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


ટૉપ ફાઇવ સેવિંગ્સ

05 June, 2022 01:30 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આપણે ત્યાં હંમેશાં વડીલો એવું કહ્યા કરે છે કે પૈસા બચાવો. ખોટી વાત નથી; પણ હા, અધૂરી વાત તો છે જ. એટલે તો પૈસા સિવાય સેવિંગ્સ કરવું પડે એવી પાંચ અગત્યની વાતની ચર્ચા આપણે આજે કરવાની છે

પ્રતીકાત્મક તસવીર આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર

પાવર, પાણી, ફ્યુઅલ, પર્યાવરણ અને સમય. આ પાંચની બચતની બાબતમાં આપણે જેટલા પણ વધારે સજાગ થઈએ એટલો આપણને જ બેનિફિટ છે અને સૌથી મોટો લાભ એ છે કે આ તમામ બચતમાંથી કેટલીક બચત એવી છે કે આપણી નેક્સ્ટ જનરેશનને સારી દુનિયા આપણે આપીને જઈ શકીશું.

ટુ ધ પૉઇન્ટ વાત.

પૈસા સિવાય શું બચાવવું જોઈએ? પૈસા તો બચાવવાના છે જ, પણ પૈસા સિવાય પણ એવી અગત્યની વાતો છે જેના સેવિંગ્સની બાબતમાં આપણે સજાગ થવું બહુ જરૂરી છે અને એટલે જ હું તમારી સાથે એ શૅર કરું છું.

પૈસા સિવાયના સેવિંગ્સમાં જો કોઈનું ધ્યાન રાખવાનું હોય તો એમાં પહેલા નંબરે આવે છે પાવર. અહીં બે અર્થમાં કહેવાયું છે. એક તો તમારો પોતાનો પાવર. આજે એવું બને છે કે ખોટી જગ્યાએ આપણે એનર્જી બહુ વાપરીએ છીએ. એનો બચાવ થાય એ બહુ જરૂરી છે. સાચી જગ્યાએ વાપરેલો પાવર, વાપરેલી એનર્જી બેસ્ટ રિઝલ્ટ આપવામાં મદદરૂપ થશે. આ જ પાવરનો હવે બીજો અર્થ પણ સમજી લઈએ. ઇલેક્ટ્રિસિટી.

તમને થાય કે પાવર બચાવવાનું કામ તો આપણે બધા કરીએ જ છીએ, પણ સાચું કહું તો એ ખોટું છે. આપણે ઇલેક્ટ્રિસિટીનું સેવિંગ્સ નથી કરતા, આપણે બિલ વધારે ન આવે એનું ધ્યાન રાખીને એટલી જ ઇલેક્ટ્રિસિટી બચાવીએ છીએ જે આપણા પૉકેટને પરવડે છે. જોકે એવું કરવું એ તો સ્વાર્થની વાત છે. જરૂર છે આપણી આદતોમાં સુધારો લાવવાની. જો અમુક આદતોમાં આપણે સુધારો કરીશું તો એનો બહુ મોટો બેનિફિટ થશે.

આજે મોટા ભાગનાં ઘરોમાં ઍરકન્ડિશનર છે; કારણ કે આજના સમયમાં, આજની આ વેધરમાં એસી લક્ઝરી નહીં પણ જરૂરિયાત બની ગયું છે. આ જરૂરિયાત વચ્ચે આપણે એ ભૂલી ગયા કે હવે આપણે એનો વપરાશ વેડફાટના રસ્તે કરીએ છીએ. કપલ હોય એવા ઘરની વાત જુદી છે, પણ નહીં તો એક રૂમમાં સૂઈને જો એક જ એસીથી કામ ચલાવવામાં આવે તો એમાં ખોટું શું છે? એક ફ્લૅટમાં ત્રણ-ચાર એસી હોય અને દરરોજ રાતે બધાં એસી ચાલુ હોય. મારી દૃષ્ટિએ આ ક્રિમિનલ વેસ્ટ છે. આવો ક્રિમિનલ વેસ્ટ અટકાવવો જોઈએ અને મૅક્સિમમ એવો પ્રયાસ કરવો જોઈએ કે ઓછામાં ઓછાં ઍરકન્ડિશનર ચાલુ રહે અને પાવરનું સેવિંગ્સ થાય. સોલર ઑપરેટેડ ગૅજેટ્સ વાપરવાં પણ ખૂબ જરૂરી છે. ગુજરાતમાં તો સોલર એનર્જીનો વપરાશ એ લેવલ પર વધ્યો છે કે તમે કલ્પના પણ ન કરી શકો. ઑલમોસ્ટ દરેક ઘર અને અપાર્ટમેન્ટ પર સોલર પૅનલ હોય છે. સોલર પૅનલ લાંબા સમયે ખૂબ રાહત આપે છે અને એનો સીધો લાભ ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનમાં પણ થશે.

સેવિંગ્સમાં બીજો નંબર છે પાણી. જ્યારે પણ પાણી બચાવવાની વાત આવે છે ત્યારે આપણે એમાં ગંભીરતા દેખાડીએ છીએ, પણ પછી પર્સનલ યુઝની વાત આવે ત્યારે આપણે પાણીના સેવિંગ્સ માટે જરા પણ કૅર નથી દાખવતા. એનું કારણ એ કે આપણે પાણીની ઇમ્પોર્ટન્સ હજી પણ સાચી રીતે સમજ્યા નથી. હું કહીશ કે આપણે બાથરૂમમાં પણ પાણી બગાડીએ છીએ અને કિચનમાં પણ એ જ કામ કરીએ છીએ. જ્યાં જરૂરી છે ત્યાં કરકસર નહીં કરો તો ચાલશે, પણ ફાલતુમાં પાણીનો જે વેડફાટ થાય છે એ રોકવાનો છે. પાણી ખરીદીને પીવાની હવે આપણને આદત પડવા માંડી છે, પણ જો હજીયે સમજીશું નહીં તો એક દિવસ એવો આવશે કે આપણે શાવર માટે પણ પાણી ખરીદવું પડશે. એ પછીનો એક સમય એવો આવશે કે આપણે પાણી માટે વૉર કરવા નીકળવું પડશે. તમે હોટેલમાં કે ફંક્શનમાં જઈને જુઓ કે ત્યાં જેટલું પાણી પીવાય છે એનાથી વધારે તો પાણી ઢોળી નાખવામાં આવે છે. શાવરના નામે પણ આપણે સેંકડો લિટર પાણી વેડફી નાખીએ છીએ. મને લાગે છે કે એવરેજ મુંબઈકર દિવસમાં ઓછામાં ઓછું પચાસથી સો લિટર જેટલું પાણી વાપરતો હશે, જેમાં બચત થઈ શકે છે. 

ત્રીજો નંબર બચતની બાબતમાં આવે ફ્યુઅલ. આ માટે ભૂતકાળમાં યુદ્ધ થઈ ચૂક્યું છે અને ભવિષ્‍યમાં થશે પણ ખરું. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એવાં જે કોઈ ફ્યુઅલ છે એનો આપણે બેફામ વપરાશ કરીએ છીએ. આવું જ ચાલતું રહ્યું તો એ દિવસ દૂર નથી કે આપણે ગાડી ખરીદી શકતા હોઈશું, પણ ફ્યુઅલ માટે લોન લેવી પડતી હશે અને કાં તો એવું બનશે કે ગવર્નમેન્ટ જ ફ્યુઅલ માટે રૅશનિંગ સિસ્ટમ લાગુ કરી દે. ઘરદીઠ કે વ્યક્તિદીઠ તમને ચોક્કસ લિટર જ ફ્યુઅલ આપવામાં આવે. જ્યાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા છે ત્યાં એનો વપરાશ કરો, જ્યારે પણ શૅરિંગમાં જઈ શકાતું હોય ત્યારે શૅરિંગ સિસ્ટમનો ઉપયોગ કરો. હું તો કહીશ કે શક્ય હોય ત્યાં વેહિકલ યુઝ કરવાનું જ ટાળો. ફાયદો તમારી હેલ્થને જ થવાનો છે. દરેક જગ્યાએ જલદી પહોંચવાની ઉતાવળ નથી હોતી તો એનો લાભ લો. મસ્ત ફરતા-ટહેલતા જાવ અને ફ્યુઅલ બચાવો. ફ્યુઅલ બચશે તો ઑટોમૅટિક પૉલ્યુશન પણ કન્ટ્રોલમાં આવશે.

પૉલ્યુશન પરથી યાદ આવ્યું કે એન્વાયર્નમેન્ટ અને પર્યાવરણ આપણી બચતના ચોથા નંબર પર છે. આપણે એને પણ બચાવવાની તાતી જરૂર છે.

પર્યાવરણ બચાવવાના નારાઓ લગાવવાથી કંઈ વળવાનું નથી. એના માટે તમારે કામ કરવું પડશે અને જો તમને સાચે જ નેચરની ચિંતા હોય તો આજે જ એક વૃક્ષ તમારા ફ્લૅટની, સોસાયટીની, બિલ્ડિંગની બહાર વાવો. આ ઉપરાંત જેટલી જગ્યાએ તમને લાગે કે ખાલી જગ્યા છે અને કોઈને નડે એમ નથી તો ત્યાં પણ વૃક્ષ વાવવાનું કામ કરો. માત્ર વાવવાનું નથી. પ્લાન્ટેશન પછી એ વૃક્ષને ઉછેરવાનું છે, મોટું કરીને બીજા માટે પણ મદદરૂપ બનાવવાનું છે. પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો ભવિષ્‍યમાં હજી વધારે અકળામણ અને ગરમી જોવા મળશે. મેં તો જોયું પણ છે કે હવે ફૉરેનની માર્કેટમાં ઑક્સિજન માસ્ક મળવા માંડ્યા છે તો અમેરિકામાં મેં ફ્રેશ અને પ્યૉર કહેવાય એવાં ઑક્સિજન સિલિન્ડરો પણ માર્કેટમાં વેચાતાં જોયાં છે. તમારે એની જરૂર પડવાની નથી એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી અને ધારો કે એવો ભ્રમ રાખવો પણ હોય તોય બીજાને હેલ્પફુલ થવા માટે વૃક્ષ વાવો. કોઈક વાર કોઈને નિ:સ્વાર્થભાવે કરેલી મદદ આપણને યુઝફુલ બની જતી હોય છે. દરેક જગ્યાએ સેલ્ફિશ બનવાને બદલે આપણે જે જગ્યાએ, જે સમાજમાં રહીએ છીએ ત્યાંના લોકો માટે અને આપણાં જ બાળકો માટે કામ કરીએ તો અલ્ટિમેટલી આપણી જ નવી જનરેશનને આપણે રહેવાલાયક પૃથ્વી આપી શકીશું.

પાંચમા અને છેલ્લા નંબરની સલાહ છે સમયને બચાવવાની. જરા સેલ્ફિશ બનો. સમય બચાવવો ખૂબ જ જરૂરી છે. આજે તમે ટ્રાફિક જૅમમાં, ટ્રેનની લાઇનમાં અને બસની લાઇનમાં વિતાવો છો એ બધો સમય બચાવવો ખૂબ જ જરૂરી છે. ભવિષ્‍યમાં આપણે બધા સુપરબિઝી થવાના છીએ અને કદાચ એવું પણ બને કે આપણે એક જ સિટીમાં કામ કરતા હોવા છતાં બે કે ત્રણ દિવસ ઘરે પણ ન આવીએ, માત્ર ને માત્ર એટલા માટે જ કે ટાઇમનો અભાવ હશે. ટ્રેનમાં આવવાનો, બસની લાઇનમાં ઊભા રહેવાનો કે ટ્રાફિક જૅમમાં ફસાવાનો સમય નહીં હોય. જો આજે સમય બચાવશો તો એ ટાઇમ આવતી કાલે તમને કામ લાગશે. આજે બચાવેલો સમય આવતી કાલે ફેવરિટ ફિલ્મ જોવામાં કામ લાગશે અને આજે બચાવેલો સમય તમને આવતી કાલની તમારી પસંદીદા બુક વાંચવામાં તમને કામ લાગશે. ઘરમાં પણ સમય બચાવો, ઑફિસમાં પણ સમય બચાવો અને રસ્તા પર પણ સમય બચાવો. બીજાને પ્રેમથી રસ્તો આપો, ખોટી જગ્યાએ લેન ક્રૉસ ન કરો, ખોટી ઉતાવળ કરીને અને ભાગાભાગી કરીને બીજાને પણ ખોટી નહીં કરો અને તમારો સમય પણ બચાવો.

પૈસા સાથે આ પાંચના સેવિંગ્સ પર ધ્યાન આપો અને પછી જુઓ તમે, લાઇફ કેવી બેસ્ટ બને છે. આ તમામ સેવિંગ્સનો બીજો પણ એક સરસ બેનિફિટ છે. આપણી નેક્સ્ટ જનરેશનને પણ આ સેવિંગ્સનો બેનિફિટ થશે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

05 June, 2022 01:30 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

૧૨૩ મિનિટ અને હાર્ડલી ૨૦૦ ડાયલૉગ્સ

હા, વેબ-સિરીઝ ‘ મૅન વર્સસ બી’માં એવું જ છે અને એ પછી પણ એ વેબ-સિરીઝ આપણા તમામ મેકર્સને કહે છે કે કામ આ રીતે થાય અને આ સ્તરનું થાય

31 July, 2022 07:08 IST | Mumbai | Bhavya Gandhi

વૉટ્સઍપ યુઝિંગ મી...

આવું સ્ટેટસ લખીને જિમ કૅરીએ વૉટ્સઍપ વાપરવાનું બંધ કર્યું. કેટલી સાચી વાત તેણે લખી હતી. આ વાત જ કહે છે કે આપણે ટેક્નૉલૉજીને આધીન થતા જઈએ છીએ અને નેચરથી દિવસે-દિવસે દૂર

24 July, 2022 08:02 IST | Mumbai | Bhavya Gandhi

આપણે ભાર રાખવાનું ક્યારથી બંધ કરીશું?

તમારી પ્રેઝન્સ માત્ર જો વાતાવરણને ભારે કરી દેતું હોય તો તમારે ખરેખર વિચારવું જોઈએ કે ત્યાં હાજર રહેલા સૌકોઈને તમારાથી કેવો ત્રાસ છૂટતો હશે

17 July, 2022 02:37 IST | Mumbai | Bhavya Gandhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK