Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધ મૅરેજ ફ્રૉડ અમેન્ડમેન્ટ ઍક્ટ : અમેરિકા જવા માટે આવાં ખોટાં લગ્ન કોઈએ ન કરવાં

ધ મૅરેજ ફ્રૉડ અમેન્ડમેન્ટ ઍક્ટ : અમેરિકા જવા માટે આવાં ખોટાં લગ્ન કોઈએ ન કરવાં

07 May, 2024 07:31 AM IST | Mumbai
Dr. Sudhir Shah | askgmd@mid-day.com

અમેરિકાના ‘ધ મૅરેજ ફ્રૉડ અમેન્ડમેન્ટ ઍક્ટ’ હેઠળ તેને પાંચ વર્ષ સુધીની જેલ અને ૫૦,૦૦૦ ડૉલર સુધીનો દંડ આવાં બનાવટી લગ્ન કરવા માટે થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


‘સર, મારી અમેરિકન સિટિઝન પત્નીએ મારા લાભ માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરી હતી એ અપ્રૂવ થઈ ગઈ હતી. હું મુંબઈ કૉન્સ્યુલેટમાં ઇમિગ્રન્ટ વીઝા મેળવવા ગયો ત્યારે કૉન્સ્યુલર ઑફિસરે મારી ખૂબ પૂછપરછ કરી અને અરજી ઍડ‍્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં મૂકી. થોડા દિવસ પછી બે ઑફિસર મારા ઘરે આવ્યા. મારા નોકર અને મધરની પૂછપરછ કરી. પાડોશીઓને પણ સવાલ કર્યા. લગ્નના આધારે માગવામાં આવેલી મારી ઇમિગ્રન્ટ વીઝાની અરજી નકારવામાં આવી. આનું શું કારણ હોઈ શકે?’ 

આણંદના અનુભવ પટેલના આ સવાલને સમજવા મેં બીજા સવાલ કર્યાં. 



‘તમે એ અમેરિકન સિટિઝનને ક્યારે અને ક્યાં મળ્યા હતા? તેમની સાથે લગ્ન કરવાનું શા માટે નક્કી કર્યું? જરા વિગતે બધી સાચી વાત જણાવો.’ 


‘સર, મારે અમેરિકા જવું હતું. ત્યાંનું ગ્રીનકાર્ડ મેળવવું હતું એટલે મેં અમારા શહેરની જ લગ્ન કરીને અમેરિકાની સિટિઝન બનેલી સ્ત્રીનો સંપર્ક સાધ્યો. તેને ૫૦ લાખ રૂપિયા આપવાની લાલચ આપી અને મારી સાથે લગ્ન કરીને મારા લાભ માટે ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરવા રાજી કરી. મેં મારી વાઇફ સાથે મ્યુચ્યુઅલ કન્સેન્ટ દ્વારા છૂટાછેડા મેળવ્યા. તેણે પણ અમેરિકામાં એ જ રીતે છૂટાછેડા લીધા. તે મારા ખર્ચે ઇન્ડિયા આવી. અમે વિધિસર સગાંવહાલાં અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં પછી મારા માટે ઇમિજિયેટ રિલેટિવ કૅટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી. એ અપ્રૂવ થઈ ગઈ, પણ હું જ્યારે વીઝા લેવા ગયો ત્યારે ઑફિસરને વહેમ પડ્યો કે મારાં લગ્ન બનાવટી ગ્રીનકાર્ડ મેળવવા માટે થયાં છે. તેમણે તપાસ આદરી. તેમણે મને વીઝા ન આપ્યા. પેલી સ્ત્રી અમેરિકામાં ક્યાં છે એની ખબર નથી.’

‘મિસ્ટર અનુભવ, તમે સરાસર ખોટું કર્યું છે. ગ્રીનકાર્ડ મેળવવા માટે તમે પૈસા આપીને બનાવટી લગ્ન કર્યાં છે. તમારા છૂટાછેડા પણ બનાવટી છે. તમે અમેરિકામાં જઈને બે વર્ષ પછી તમારું ગ્રીનકાર્ડ કાયમનું થાય એટલે એ અમેરિકન સિટિઝન સ્ત્રીને ડિવૉર્સ આપીને તમારી ઇન્ડિયન વાઇફને ઇન્ડિયા આવીને ફરી પાછા પરણીને, તેને માટે ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરીને અમેરિકા બોલાવવા ઇચ્છતા હતા. આ તમારો પેંતરો હતો, જે કૉન્સ્યુલર ઑફિસરે પકડી પાડ્યો. તમારી અમેરિકન સિટિઝન વાઇફ ગુમ એટલા માટે થઈ ગઈ છે, કારણ કે અમેરિકાના ‘ધ મૅરેજ ફ્રૉડ અમેન્ડમેન્ટ ઍક્ટ’ હેઠળ તેને પાંચ વર્ષ સુધીની જેલ અને ૫૦,૦૦૦ ડૉલર સુધીનો દંડ આવાં બનાવટી લગ્ન કરવા માટે થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 07:31 AM IST | Mumbai | Dr. Sudhir Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK