Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વેન્ચર ઇન્વેસ્ટિંગ માટે હાઈ ક્વૉલિટી ડીલ કઈ રીતે નક્કી કરવી: સંજય મહેતા

વેન્ચર ઇન્વેસ્ટિંગ માટે હાઈ ક્વૉલિટી ડીલ કઈ રીતે નક્કી કરવી: સંજય મહેતા

27 May, 2019 12:11 PM IST |
ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મહેતા

વેન્ચર ઇન્વેસ્ટિંગ માટે હાઈ ક્વૉલિટી ડીલ કઈ રીતે નક્કી કરવી: સંજય મહેતા

ઈન્વેસ્ટમેન્ટ

ઈન્વેસ્ટમેન્ટ


દરેક રોકાણકાર તેને રોકાણ કરવાથી શું ફાયદો થશે એ જાણવા માગતો હોય છે. નાણાંનું રોકાણ કરતાં પહેલાં અનેક બાબતોને ધ્યાનમાં લેવી પડતી હોય છે. શું એ સ્ટાર્ટ અપ્સનો આઇડિયા સફળ થાય એવી શક્યતા છે? માર્કેટમાં એ પ્રોડક્ટ કે પછી સર્વિસની જરૂર કેટલી? બીજા કોઈ પ્રોડક્ટ કે સર્વિસિસ એની સ્પર્ધામાં છે? એ સામે એ કેટલું ટકી શકે? અને સૌથી મહત્વનું આપણે રોકેલાં નાણાંનું કેટલું અને કેટલું વહેલું વળતર મળી શકે એનો અંદાજ લેવો રોકાણકાર માટે બહુ જ જરૂરી હોય છે.

સફળ એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા કહે છે કે ‘વેન્ચર ઇન્વેસ્ટિંગ માટે હાઈ ક્વૉલિટીની ડીલ કરવી એ બહુ જ મહત્વનું છે. એ માટે તમને એ ઇન્ડસ્ટ્રીની જાણકારી હોવી જોઈએ. એ ધંધા સાથે સંકળાયેલા બિઝનેસમૅન સાથે અલગ-અલગ તબક્કે સંકળાઈ બ્રૅન્ડ ઇક્વિટી બનાવવી પડતી હોય છે જેથી તે બિઝનેસમૅન તમને સમયે-સમયે ધંધાની નવી-નવી જાણકારી, ડેવલપમેન્ટ જણાવતા રહે. નવી ક્વૉલિટી ડીલને ઓળખી એને પાર પાડવાની અલગ-અલગ રીત, પદ્ધતી હોય છે.



૧) ઇન્વેસ્ટમેન્ટ બૅન્કરનું એવું નેટવર્ક હોય છે જે તમને એવી ડીલ શોધી કાઢવામાં મદદરૂપ બને છે.


૨) પબ્લિક ઇવેન્ટમાં હાજરી આપવી - દેશભરનાં શહેરોમાં, એન્જિનિયરિંગ કૉલેજોમાં એવી ઘણી ઇવેન્ટ થતી હોય છે જેમાં નવા આઇડિયા સાથે ધંધાની તક હોય. એ સતત શોધતી રહેવી પડતી હોય છે. એવી ઇવેન્ટમાં હાજરી આપવી જરૂરી છે. તમે જેટલી વધુ ઇવેન્ટમાં હાજરી આપશો એટલા વધુ નવા આઇડિયા ધરાવતા બિઝનેસમેનોને મળી શકશો. એટલું જ નહીં, તે લોકો પણ તમારી નોંધ લઈ તમારો સંપર્ક કરશે જેથી સારી ક્વૉલિટી-ડીલની તમને જાણ થશે.

૩) ડોમેન એક્સપર્ટ બનવું - એન્જલ ઇન્વેસ્ટર તરીકે હું B૨B (બિઝનેસ-ટૂ-બિઝનેસ)માં કાબેલ છું. B૨B સ્ટાર્ટઅપમાં રસ ધરાવતા દેશભરના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ મારો સંપર્ક કરતા રહે છે. હું એ દરેક સ્ટાર્ટઅપમાં રોકાણ કરું છું એવું નથી, પણ ઍટ લીસ્ટ બીજા બધા કરતાં મને આ બાબતે વધુ જાણકારી મળતી રહે છે.


૪) સારા પબ્લિક રિલેશન ઑફિસર (કંપની)ની નિમણૂક કરવી - તે સાહસિકો સતત તેમના એ નવા આઇડિયા સાહસ બદલની માહિતી, આર્ટિકલ મીડિયામાં આવતા રહે એ માટે પ્રયત્નશિલ રહે છે. મીડિયામાં એ વાતની નોંધ લેવાય એ બહુ જરૂરી છે. મીડિયામાં આવતી માહિતીમાંથી પણ ક્વૉલિટી ડીલ મળી શકતી હોય છે.

તમે જ્યારે વેન્ચર ઇન્વેસ્ટર તરીકે શરૂઆત કરો છો ત્યારે તમારી વ્યક્તિગત બ્રૅન્ડ હોતી નથી અને એથી તમે એક બહારની વ્યક્તિ તરીકે જ એની સાથે સંકળાઓ છો. ખરેખર ડીલ કરવી એટલે શું? એ ડીલ કરતી વખતે અનેક મીટિંગો કરવી પડે છે. ડૅમોના સેશન્સમાં હાજરીઓ આપવી પડે છે. કંપનીના ફાઉન્ડર સીઈઓ સાથે સંપર્કમાં રહી અનેક ઈ-મેઇલ કરી બારીક માહિતીઓ મેળવવી પડે છે. શંકાઓનું સમાધાન કરવું પડે છે અને અનેક નાની-નાની બાબતોનું પણ ધ્યાન રાખવું પડે છે. વળી આ મહેનત માત્ર શરૂઆતના જ તબક્કામાં કરવી પડે છે એવું નથી હોતું. આ એક સતત ચાલતી રહેતી પ્રકિયા હોય છે. તમારે એમાં ઇન્વોલ્વ થવું પડે છે. આવા એક કરતાં વધુ સ્ટાર્ટ અપ્સમાં સફળતા મેળવો એ પછી તમારી વ્યક્તિગત બ્રૅન્ડ બનતી હોય છે.

ડીલ પાર પાડતી વખતે બે બાબતો બહુ જ મહત્વની હોય છે. હાઈ વૉલ્યુમ અને ક્વૉલિટી. ક્વૉલિટી તો સમજી શકાય એમ છે, પણ હાઈ વૉલ્યુમ એ પેચીદો વિષય છે, કારણ કે તમે જે પણ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરવાનું ધારશો એ તમારા માપદંડો (ક્રાઇટેરિયા)માં ખરા ઊતરે જ એ જરૂરી નથી. એ ડીલને સફળ બનાવવા તમારે તમારું પ્રોફેશનલ નેટવર્ક બનાવવું પડે છે જેનાથી તમને એ સ્ટાર્ટ અપ્સના રોકાણની વિવિધ તકો વિશે જાણ થાય છે. વળી એ ઇન્ડસ્ટ્રીની ખાસિયત શું છે એની પણ ખબર પડે છે.

એક થોટ લીડરની ઇમેજ બનાવવા બ્લૉગિંગ શરૂ કરી દો, પોડકાસ્ટનું રેકૉર્ડિંગ કરો અને તમારી ઇન્વેસ્ટમેન્ટની ઇન્ડસ્ટ્રીને લગતી વધુ ને વધુ માહિતી મેળવવાનું ચાલુ કરી દો. એના કારણે તમારા પોતાના વિચારોમાં એક દૃઢતા આવશે. હવે તમે તમારા એ અનુભવ કાબેલિયતનું માર્કેટિંગ કરો, તમારો રોકાણનો સ્કૉપ નક્કી કરો અને લોકોને જણાવો કે તમે એક્ઝેટલી શું કરવા માગો છો. શેમાં રોકાણ કરવા માગો છો.

રોકાણ કરતાં પહેલાં દરેક સ્ટાર્ટઅપ્સને કરવા જેવા ૮ સવાલ

તમે આ કંપની શા માટે ઊભી કરવા માગો છો?

લોકો અન્ય પ્રોડક્ટ કરતાં આ પ્રોડક્ટ કે સર્વિસની શું કામ વધુ ડિમાન્ડ કરશે?

આ સ્ટાર્ટ અપ્સને, કંપનીને ઊભી કરવાનો અત્યારે જ ખરો સમય છે?

તમારે કે તમારી ટીમે જ શું કામ એ કરવું જોઈએ?

બીજા બધા કેમ એના પર કામ નથી કરી રહ્યા?

સમય જતાં કેમ આ કંપની વધુ મજબૂત બની રહી છે?

બીજી મોટી કંપનીઓ કરતાં આ કંપનીમાં તમે કેમ વધુ સારી રીતે કામ કરી શકશો?

મારે આ સ્ટાર્ટ અપ્સમાં રોકાણ શું કામ કરવું જોઈએ? 

૧૦૦ કરતાં વધુ કંપનીઓમાં મેં રોકાણ કર્યું હોવાથી સ્ટાર્ટ અપ્સ ઇન્વેસ્ટમેન્ટ બદલ એટલું ચોક્કસ કહી શકું કે ટૉપના પાંચ ટકા સ્ટાર્ટ અપ્સ સફળ થતા હોય છે. એન્જલ ઇન્વેસ્ટર તરીકે હું એ પાંચ ટકા સ્ટાર્ટ અપ્સમાં ભાગીદાર હોઈ શકું અથવા મારી પાસે એટલું ભંડોળ હોવું જોઈએ કે જેથી હું એ પાંચ ટકા સ્ટાર્ટ અપ્સ ચાલુ કરી શકું. હું એન્જલ ઇન્વેસ્ટર છું એથી દરેક વખતે સ્ટાર્ટ અપ્સ ચાલુ કરવાનું કૅપિટલ ન પણ હોય, એથી હું એ પાંચ સફળ થનારા સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરીને ભાગીદાર બનું છું.

આમ સફળ એન્જલ ઇન્વેસ્ટર બનવા તમારે તમારી બ્રૅન્ડ ઊભી કરવી પડે છે. માત્ર નાણાંનું રોકણ કરીને નફાની રાહ જોવા કરતાં એક ખમતીધર અને સહકાર આપે એવા રોકાણકારની ફરજ બજાવવી પડે છે.

આ પણ વાંચો : Jet Airwaysના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલને વિદેશ જતા અટકાવાયા

આ વખતે આપણે જોયું કે કઈ રીતે બિઝેનસમૅન સાથે સંકળાવું અને હાઈ ક્વૉલિટી ડીલ અટ્રૅકટ કરવી. હવે પછી આપણે કઈ રીતે સ્ટાર્ટ અપ્સનું મૂલ્યાંકન કરવું એ જોઈશું.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 12:11 PM IST | | ઇન્વેસ્ટમેન્ટ એક સાહસ - સંજય મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK