Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વોડાફોન સ્માર્ટફોનમાં બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરશે : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૬૧૯ પૉઇન્ટનો વધારો

વોડાફોન સ્માર્ટફોનમાં બ્લૉકચેઇન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરશે : આઇસી૧૫ ઇન્ડેક્સમાં ૧૬૧૯ પૉઇન્ટનો વધારો

07 May, 2024 06:29 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડેક્સ ૭૯,૯૯૨ ખૂલીને ૮૨,૪૮૫ની ઉપલી અને ૭૯,૯૦૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં રોજગારના આંકડા ધારણા કરતાં સારા આવ્યા હોવાને પગલે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે એવી આશા જન્મી છે, જેને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૨.૦૨ ટકા (૧,૬૧૯ પૉઇન્ટ) વધીને ૮૧,૬૧૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૯,૯૯૨ ખૂલીને ૮૨,૪૮૫ની ઉપલી અને ૭૯,૯૦૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કૉઇનના ભાવ વધ્યા હતા જેમાંથી સોલાના, અવાલાંશ, ચેઇનલિંક અને પૉલિગોન પાંચથી ૭ ટકાની રેન્જમાં ટોચના વધનાર હતા.  

દરમ્યાન ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડર વોડાફોને બ્લૉકચેઇનનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે. સ્માર્ટફોનને ડિજિટલ વૉલેટ બનાવવા માટે બ્લૉકચેઇન ટેક્નૉલૉજી વાપરવાનો એનો હેતુ છે. બીજી બાજુ, ​ક્રિપ્ટોકરન્સી વેન્ચર કૅપિટલ ફન્ડિંગ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થઈ રહી છે. સતત બીજા મહિને એપ્રિલમાં ૧૬૧ રાઉન્ડમાં કુલ ૧ અબજ ડૉલરનું રોકાણ આવ્યું હતું. વર્તમાન વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૬૦૩ વ્યવહારોમાં કુલ ૨.૪૯ અબજ ડૉલરનું રોકાણ થયું હતું. આના પરથી કહી શકાય કે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં લોકોની રુચિ વધી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK