રોકાણકારોના મનમાં ઘૂંટાતા ઉપરોક્ત સવાલોના જવાબો સત્તાવાળાઓ તરફથી મળશે ખરા?
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૬૭૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૦૩.૯0 પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૭૧૧.૫૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૫૦.૭૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૦,૮૯૧.૯૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૮૬૮ ઉપર ૮૧,૨૪૦ કુદાવે તો ૮૧,૭૦૦, ૮૨,૧૩૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૦,૮૬૮ નીચે ૮૦,૭૮૦ તૂટતાં ૮૦,૬૭૦, ૮૦,૫૦૦, ૮૦,૧૭૦, ૭૯,૯૫૦, ૭૯,૭૭૦, ૭૯,૫૮૦, ૭૯,૨૨૪ સુધીની શક્યતા જોવા મળશે. પાંચથી આઠ ઑગસ્ટ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે પણ કરી શકાય.




