નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૮૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૫૨૨.૯૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૩૭૬.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૨૭૯.૫૬ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૩૬૫.૭૭ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૬૩૭ ઉપર ૮૨,૮૭૫ કુદાવે તો ૮૩,૨૫૦, ૮૩,૬૧૦, ૮૩,૯૯૦, ૮૪,૩૬૦, ૮૪,૭૩૦, ૮૫,૧૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૨,૨૫૬ નીચે ૮૧,૭૦૦, ૮૧,૬૦૦ નીચે નબળાઈ સમજવી. ૩ અને ૪ સપ્ટેમ્બરની વધ-ઘટ મહત્ત્વની સમજવી. ઠેકી-ઠેકીને લેવા દોડવું નહીં.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૩,૯૧૨, મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ પણ ૨૧,૨૬૫ ગણાય. (લગભગ એવી જ રીતે ભાવોની વધ-ઘટ થાય છે. આ વધારા પછીનો ઘટાડો અથવા ઘટાડા પછીનો વધારો કોઈ પણ ચેતવણી વગર ઝડપથી થતો જોવામાં આવે છે. V રિવર્સલ પહેલાંની પરિસ્થિતિઓ = V રિવર્સલ પહેલાંનો ટ્રેન્ડ રન અવે પ્રકારનો હોય છે એટલે કે ભાવો ખૂબ જ ઝડપથી વધી અથવા ઘટી જતા હોય છે. ખરેખર તો V રિવર્સલ વખતે સામાન્ય રીતે હેવી વૉલ્યુમે બાર રિવર્સલ અથવા આઇલૅન્ડ રિવર્સલ જોવા મળતું હોય છે. ઘણી વખતે V રિવર્સલ વખતે ટૂંકા ગાળાની તીવ્ર ટ્રેન્ડ લાઇન તૂટતી હોય છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૯૨૨.૯૫ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
મેટ્રોપોલિસ (૨૧૩૯.૮૦) ઃ ૧૯૭૬.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૪૫ ઉપર ૨૧૭૦ કુદાવતાં ૨૨૦૩, ૨૨૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૧૧૭ નીચે ૨૧૦૦, ૨૦૭૧ સપોર્ટ ગણાય.
રામકો સિમેન્ટ (૮૩૧.૨૫) ઃ ૭૭૭.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૦ ઉપર ૮૪૪ કુદાવતાં ૮૫૪, ૮૭૬, ૮૯૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧૪ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૬૬૩.૧૦)ઃ ૪૯,૮૧૫.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧,૭૨૯ ઉપર ૫૧,૭૮૦, ૫૨,૦૦૦, ૫૨,૧૫૦ મહત્ત્વની સપાટી ગણાય. ૫૨,૧૫૦ કુદાવે તો ૫૨,૨૧૦, ૫૨,૪૩૦, ૫૨,૬૫૦, ૫૨,૮૭૦, ૫૩,૦૯૦, ૫૩,૩૦૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧,૫૦૦ નીચે ૫૧,૩૧૦, ૫૧,૨૦૦ મહત્ત્વના સપોર્ટ ગણાય.
નિફ્ટી ફ્યુચર (૨૫,૩૭૬.૯૦)
૨૩,૯૧૨.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોતઝશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૪૦૦ ઉપર ૨૫,૫૦૦, ૨૫,૬૧૫, ૨૫,૭૦૦, ૨૫,૭૪૦, ૨૫,૮૬૦, ૨૫,૯૮૦, ૨૭,૦૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫,૨૮૧ નીચે ૨૫,૨૨૦, ૨૫,૯૮૪ તૂટે તો નબળાઈ સમજવી. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એયુ સ્મૉલ બૅન્ક (૬૮૮.૭૦)
૬૦૦.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૦૦ ઉપર ચાલતા ૭૧૩, ૭૩૧, ૭૪૭, ૭૫૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૮૨ નીચે ૬૬૬, ૬૫૦ સપોર્ટ ગણાય. ૬૩૦ અને ૬૬૨ના ભાવે મોટા બ્લૉકડીલ થયા છે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
વિપ્રો (૫૩૮.૪૦)
૪૮૦.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૩ ઉપર ૫૪૯, ૫૫૫ સુધીની શક્યતા જોવા મળશે. ૫૫૫ કુદાવે તો ૫૬૧, ૫૬૭, ૫૭૩, ૫૮૦ સુધીની ધારણા રાખી શકાય. નીચામાં ૫૩૦ નીચે ૫૨૫, ૫૧૮ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર : હજી નાજુક અને કોમળ સ્થિતિમાં ફૂલ છે એથી, વિચારી સો વખત, કાંટાના હાથોમાં પ્રણય આપો. - દીક્ષિતા શાહ

