Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > News In Short : પાંચ વર્ષમાં ૪૭૫ અબજ ડૉલરની એફડીઆઈની તક

News In Short : પાંચ વર્ષમાં ૪૭૫ અબજ ડૉલરની એફડીઆઈની તક

18 October, 2022 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૧ ટકા મ​લ્ટિનૅશનલ કંપનીઓએ ભારતને રોકાણનું આકર્ષક સ્થળ માન્યું

પ્રતીકાત્મક તસવીર

News In Short

પ્રતીકાત્મક તસવીર


પાંચ વર્ષમાં ૪૭૫ અબજ ડૉલરની એફડીઆઈની તક

એક અહેવાલમાં જણાવાયું છે કે સુધારા અને આર્થિક વૃદ્ધિ પર ભારતનું ધ્યાન આગામી પાંચ વર્ષમાં ૪૭૫ અબજ ડૉલરના વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ)ની તકોને જન્મ આપશે.
અર્નેસ્ટ ઍન્ડ યંગ અને સીઆઇઆઇ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા ‘વિઝન’વિકસિત ભારત’ તકો અને એમએનસીની અપેક્ષાઓ’ સર્વેક્ષણ મુજબ ૭૧ ટકા મ​લ્ટિનૅશનલ કંપનોઓએ તેમના વૈશ્વિક વિસ્તરણ માટે ભારતને રોકાણનું આકર્ષક સ્થળ માન્યું, જ્યારે ૯૬ ટકા ઉત્તરદાતાઓ લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર વિશે સકારાત્મક હતા.



બહુરાષ્ટ્રીય કંપનીઓ (મ​લ્ટિનૅશનલ કંપનીઓ) જીએસટીની અસર, વિવિધ ક્ષેત્રોમાં સરકારના ડિજિટલ દબાણ અને અન્ય સુધારાઓ વચ્ચે કરવેરામાં પારદર્શિતાની પ્રશંસા કરે છે. 
સર્વેક્ષણ મુજબ, આશાવાદ ટૂંકા ગાળાની બન્ને સંભાવનાઓ દ્વારા પ્રેરિત છે, જ્યાં બહુમતી કંપનીઓ માને છે કે ભારતીય અર્થતંત્ર ત્રણથી પાંચ વર્ષમાં નોંધપાત્ર રીતે સારું પ્રદર્શન કરશે.


સરકારી બૉન્ડના યીલ્ડમાં સુધારો જોવાશે

સરકારી બૉન્ડના યીલ્ડમાં સુધારો થવાની ધારણા છે. ભારતીય રૂપિયો રેકૉર્ડ નીચી સપાટી તરફ આગળ વધી શકે છે, પરંતુ રિઝર્વ બૅન્કની તાજેતરની પૉલિસી મીટિંગની મિનિટોમાં અપેક્ષા કરતાં ઓછા હૉકીશ ટોનથી થોડો ટેકો મળશે એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું. બૉન્ડના યીલ્ડ વધીને ૭.૪૦થી ૭.૫૦ ટકાની રેન્જમાં રહી શકે છે, જે શુક્રવારે ૭.૪૬૯૬ હતું. શુક્રવારની તાજેતરની મીટિંગની મિનિટ્સ સૂચવવામાં આવી છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મૉનેટરી પૉલિસી કમિટી ફુગાવો હળવો થવાની ધારણા સાથે મુખ્ય વ્યાજદર નક્કી કરવામાં ડેટાઓ ઉપર વધારે આધાર રાખશે.


રિઝર્વ બૅન્ક રૂપિયાને ટેકો આપવા હજી વધુ ડૉલરનું વેચાણ કરશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા રૂપિયાને વધુ ઘટતો અટકાવવા માટે ડૉલરનું વેચાણ કરી શકે છે અને સરકારી બૅન્કો માધ્યમે ફૉર્વર્ડ ડૉલર મેળવી શકે છે એમ ટ્રેડરોએ જણાવ્યું હતું. રૂપિયો ૮૨.૩૭૫૦ પર ટ્રેડ કરી રહ્યો છે અને રિઝર્વ બૅન્કના ડૉલર વેચાણથી રૂપિયામાં સુધારો આવી શકે છે. હાલમાં એક વર્ષનું ડૉલર-રૂપિયાના ફૉર્વર્ડનું યીલ્ડ ઘટીને ૨.૪૫ ટકા થયું છે જે નવેમ્બર ૨૦૧૧ બાદનું સૌથી નીચું યીલ્ડ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2022 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK