મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, આ શૅર્સમાં દેખાયો વધારો
બીએસઈ
આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે મંગળવારે શૅર બજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું છે. સવારે 9 વાગીને 28 મિનિટે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 81.02 અંક ઉપર 40,512.62ના સ્તર પર અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 27.10 અંકના વધારા સાથે 11,879.20 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 27 લીલા નિશાન પર અને 23 શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.
છેલ્લા કારોબારી દિવસે શૅર બજાર દિવસભર ઉતાર-ચઢાવ બાદ લીલા નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 448.62 અંક ઉપર 40,431.60 સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 110.60 અંકના વધારા સાથે 11873.05ના સ્તર પર બંધ થયું હતું.
ADVERTISEMENT
આજના પ્રમુખ શૅરોમાં કોલ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈઓસી અને એચડીએફસી લાઈફના શૅરની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી. તેમ જ આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને બજાજ ફાઈનાન્સની શરૂઆત ઘટાડા સાથે થઈ.