ઈપીએફઓ સેન્સેક્સ-નિફ્ટીમાં ૫૦-૫૦ ટકાના સમાન રેશિયોમાં મૂડીરોકાણ કરશે
ઈપીએફઓ સેન્સેક્સ-નિફ્ટીમાં ૫૦-૫૦ ટકાના સમાન રેશિયોમાં મૂડીરોકાણ કરશે
એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન (ઈપીએફઓ)ના ટ્રસ્ટીઓના સેન્ટ્રલ બોર્ડની મીટિંગ હૈદરાબાદમાં ૨૧ ઑગસ્ટે યોજાઈ હતી, જેમાં ઈપીએફઓ દ્વારા કરાતા મૂડીરોકાણને સેન્સેક્સ અને નિફ્ટીમાં સમાન હિસ્સામાં કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. નિફ્ટીમાં ૫૦ અને સેન્સેક્સમાં ૫૦ ટકાના રેશિયોમાં મૂડીરોકાણ કરવા બોર્ડ સંમત થયું છે.
અગાઉ બોર્ડે નિફ્ટીમાં ૧૦૦ ટકા મૂડીરોકાણ કરવાનું નક્કી કર્યું હતું, જેને પછીથી બદલીને સેન્સેક્સમાં ૨૫ ટકા અને નિફ્ટીમાં ૭૫ ટકા કરવામાં આવ્યું હતું.