Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન : રૉસ ટેલર

કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન : રૉસ ટેલર

22 January, 2019 11:26 AM IST |

કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન : રૉસ ટેલર

રૉસ ટેલર

રૉસ ટેલર


ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પહેલી મૅચ ૨૩ જાન્યુઆરીથી નેપિયરમાં રમાશે. દરમ્યાન ભારતીય ટીમ પાંચ વન-ડે અને ત્રણ T૨૦ રમશે. આ સિરીઝની શરૂઆત પહેલાં ન્યુ ઝીલૅન્ડના અનુભવી બૅટ્સમૅન રૉસ ટેલરનું માનવું છે કે ભારતીય ટીમ સામે ન્યુ ઝીલૅન્ડના બોલરોની આકરી પરીક્ષા થશે. ઑસ્ટ્રેલિયાને વન-ડે અને ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડમાં પણ પોતાના વિજયરથને યથાવત્ રાખવાનો પ્રયત્ન કરશે.

ટેલરે કહ્યું હતું કે ‘કોહલી એક સારો ખેલાડી છે. કદાચ વન-ડેનો સૌથી શ્રેષ્ઠ બૅટ્સમૅન છે, પરંતુ કોહલી કરતાં પહેલાં રમનાર રોહિત શર્મા અને શિખર ધવનને આઉટ કરવા સરળ નથી. આ બન્ને ઓપનર ઘણા સારા છે. ટીમે માત્ર કોહલીને કઈ રીતે રોકવો એના પર જ નહીં પરંતુ આ ઓપનરોનો સામનો કઈ રીતે કરવો એ વિશે પણ વિચારવું જોઈએ.’



ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં રોહિતે ૧૮૫ રન બનાવ્યા હતા. તે આ વન-ડે સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી રહ્યો હતો. જોકે ધવન આ સિરીઝમાં વધુ પ્રભાવિત કરી શક્યો નહોતો. ટેસ્ટ-સિરીઝમાં ઑસ્ટ્રેલિયાની ટીમે વિરાટ કોહલી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે ચેતેશ્વર પુજારા જ ઑસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો સાબિત થયો હતો. એથી જ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જ રૉસ ટેલરે પોતાની ટીમના ખેલાડીઓને ચેતવણી આપી હતી.


છેલ્લા પ્રવાસમાં નહોતો મળ્યો એક પણ વિજય

ભારતીય ટીમ છેલ્લે ૨૦૧૪માં મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે ગઈ હતી તેમ જ ખરાબ રીતે ફ્લૉપ રહી હતી. આ વખતે પણ વન-ડેની બીજા ક્રમાંકની ભારતીય ટીમ માટે પણ પડકાર એટલો સરળ નથી. ન્યુ ઝીલૅન્ડની ટીમ આ વખતે સારા ફૉર્મમાં છે. તાજેતરમાં જ તેણે શ્રીલંકાને ૩-૦થી હરાવ્યું હતું. ત્રણેય મૅચમાં ટીમે ૩૦૦ કરતાં વધુ રન બનાવ્યા હતા. ૨૦૧૪માં ભારત ન્યુ ઝીલૅન્ડમાં ગયું હતું ત્યારે પાંચ વન-ડેની સિરીઝ ૦-૪થી હાર્યું હતું. ન્યુ ઝીલૅન્ડમાં ભારત કુલ ૩૪ મૅચ રમ્યું છે જે પૈકી માત્ર ૧૦માં જ વિજય મેળવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2019 11:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK