Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતીને BJP કરી શકશે હૅટ-ટ્રિક?

ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતીને BJP કરી શકશે હૅટ-ટ્રિક?

06 May, 2024 08:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંઠણીમાં BJPએ ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતીને ઇતિહાસ રચ્યો હતો. હવે સતત ત્રીજી વાર આ સિદ્ધિ હાંસલ કરીને BJP હૅટ-ટ્રિક કરે છે કે નહીં એના પર દેશઆખાની નજર છે. સુરતની બેઠક તો બિનહરીફ મળી ગઈ છે અને હવે બાકીની પચીસ જીતવાની છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા જેવા શહેરી વિસ્તારમાં BJPની કમિટેડ વોટબૅન્ક છે તો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા અને આણંદ લોકસભા બેઠક પર BJPનું પ્રભુત્વ ખરું પણ આ બેઠકો પર ક્યાંક ક્ષત્રિય આંદોલનની અસર તો ક્યાંક કૉન્ગ્રેસના મજબૂત ઉમેદવાર બરાબરની ટક્કર આપે એવું જણાઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની અડધોઅડધ લોકસભા બેઠકો પર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે. આ ઉપરાંત વિસ્તાર પ્રમાણે પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, અધર બૅકવર્ડ ક્લાસ (OBC) સમાજ અને મુસ્લિમ સમાજનું વર્ચસ પણ છે. 



આઠેય બેઠક પર નજર


અમદાવાદ-પૂર્વ 
BJP : હસમુખ પટેલ, 
કૉન્ગ્રેસ : હિંમતસિંહ પટેલ, 
કુલ ઉમેદવારો : ૧૮, 
કુલ મતદારો : ૨૦,૧૨,૪૩૦
પુરુષ મતદારો : ૧૦,૫૪,૯૮૫  
સ્ત્રી મતદારો : ૯,૫૭,૩૩૨  
થર્ડ જેન્ડર મતદારો : ૧૧૩
અમદાવાદ-પશ્ચિમ 
BJP : દિનેશ મકવાણા 
કૉન્ગ્રેસ : ભરત મકવાણા 
કુલ ઉમેદવારો : ૬
કુલ મતદારો : ૧૭,૧૨,૫૭૮ 
પુરુષ મતદારો : ૮,૮૩,૫૮૮  
સ્ત્રી મતદારો : ૮,૨૮,૯૨૧  
થર્ડ જેન્ડર મતદારો : ૬૯
આણંદ
BJP : મિતેશ પટેલ, 
કૉન્ગ્રેસ : અમિત ચાવડા, 
કુલ ઉમેદવારો : ૭ 
કુલ મતદારો : ૧૭,૬૯,૩૮૧
પુરુષ મતદારો : ૯,૦૩,૯૧૩  
સ્ત્રી મતદારો : ૮,૬૫,૩૩૬  
થર્ડ જેન્ડર મતદારો : ૧૩૨
ખેડા
BJP : દેવુસિંહ ચૌહાણ, 
કૉન્ગ્રેસ : કાળુસિંહ ડાભી, 
કુલ ઉમેદવારો : ૧૨
કુલ મતદારો : ૧૯,૯૨,૮૪૯
પુરુષ મતદારો : ૧૦,૧૯,૩૫૪  
સ્ત્રી મતદારો : ૯,૭૩,૩૯૪ 
થર્ડ જેન્ડર મતદારો : ૧૦૧
પંચમહાલ
BJP : રાજપાલસિંહ જાદવ, 
કૉન્ગ્રેસ : ગુલાબસિંહ ચૌહાણ, 
કુલ ઉમેદવારો : ૮
કુલ મતદારો : ૧૮,૯૧,૪૩૪
પુરુષ મતદારો : ૯,૬૪,૯૭૪  
સ્ત્રી મતદારો : ૯,૨૬,૪૩૦  
થર્ડ જેન્ડર મતદારો : ૩૦
દાહોદ
BJP : જસવંતસિંહ ભાભોર, 
કૉન્ગ્રેસ : પ્રભા તાવિયાડ, 
કુલ ઉમેદવારો : ૯
કુલ મતદારો : ૧૮,૬૫,૯૮૭
પુરુષ મતદારો : ૯,૨૪,૩૮૫  
સ્ત્રી મતદારો : ૯,૪૧,૫૬૯  
થર્ડ જેન્ડર મતદારો : ૩૩
વડોદરા 
BJP : ડૉ. હેમાંગ જોષી, 
કૉન્ગ્રેસ : જસપાલસિંહ પઢિયાર, 
કુલ ઉમેદવારો : ૧૪
કુલ મતદારો : ૧૯,૩૨,૮૯૩
પુરુષ મતદારો : ૯,૮૭,૧૯૧  
સ્ત્રી મતદારો : ૯,૪૫,૪૭૫  
થર્ડ જેન્ડર મતદારો : ૨૨૭
છોટાઉદેપુર
BJP : જશુભાઈ રાઠવા, કૉન્ગ્રેસ : 
સુખરામ રાઠવા, 
કુલ ઉમેદવારો : ૬
કુલ મતદારો : ૧૮,૧૪,૯૧૮
પુરુષ મતદારો : ૯,૨૮,૭૮૬  
સ્ત્રી મતદારો : ૮,૮૬,૧૧૫  
થર્ડ જેન્ડર મતદારો : ૧૭

ઉત્તર ગુજરાત


ઉત્તર ગુજરાત એટલે BJPનો ગઢ. આમ તો આખું ગુજરાત BJPનો ગઢ છે એ દુનિયા જાણે છે, પરંતુ આ તો વડનગરમાં જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિસ્તાર. ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે પાટીદાર, ચૌધરી, રબારી, ઠાકોર, ક્ષત્રએથલીનિય, અધર બૅકવર્ડ ક્લાસ (OBC), આદિવાસી અને મુસ્લિમ સમાજના મતદારોનું પ્રભુત્વ વિસ્તાર મુજબ છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં BJP માટે ઉત્તર ગુજરાતની પાંચ લોકસભાની બેઠકો સહેલાઈથી જીતવી મુશ્કેલ જણાઈ રહી છે. ગાંધીનગર અને મહેસાણા BJPનો ગઢ છે  પણ કૉન્ગ્રેસે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ટક્કર ઝીલી શકે એવા ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતની લોકસભાની ચૂંટણી રસપ્રદ બની રહેશે. સાબરકાંઠા બેઠક પર પક્ષના અસંતુષ્ટો તેમ જ ક્ષત્રિયોનું ફૅક્ટર અસર કરી શકે છે એવું કહેવાઈ રહ્યું છે. જો મોંઘવારી અને બેરોજગારીનું ફૅક્ટર અસર ન કરે તો ઉત્તર ગુજરાતમાં ‘જય શ્રી રામ ફૅક્ટર’ ફરી વળશે.

પાંચેય બેઠક પર નજર

ગાંધીનગર 
BJP : અમિત શાહ, 
કૉન્ગ્રેસ : સોનલ પટેલ, 
કુલ ઉમેદવારો : ૧૪
કુલ મતદારો : ૨૧,૫૦,૭૭૫
પુરુષ મતદારો : ૧૧,૦૫,૧૭૮, 
સ્ત્રી મતદારો : ૧૦,૪૫,૫૨૭   
થર્ડ જેન્ડર મતદારો : ૭૦
સાબરકાંઠા 
BJP : શોભના બારૈયા, 
કૉન્ગ્રેસ : ડૉ. તુષાર ચૌધરી, 
કુલ ઉમેદવારો : ૧૪
કુલ મતદારો : ૧૯,૭૧,૦૭૦ 
પુરુષ મતદારો : ૧૦,૦૫,૮૫૪, 
સ્ત્રી મતદારો : ૯,૬૫,૧૪૮  
થર્ડ જેન્ડર મતદારો ૬૮
મહેસાણા 
BJP : હરિભાઈ પટેલ, કૉન્ગ્રેસ : રામજી ઠાકોર, કુલ ઉમેદવારો : ૬
કુલ મતદારો : ૧૭,૬૨,૧૯૯
પુરુષ મતદારો : ૯,૦૯,૧૧૩, 
સ્ત્રી મતદારો : ૮,૫૩,૦૨૯  
થર્ડ જેન્ડર મતદારો : ૫૭
પાટણ 
BJP : ભરતસિંહ ડાભી, 
કૉન્ગ્રેસ : ચંનદજી ઠાકોર, 
કુલ ઉમેદવારો : ૧૦
કુલ મતદારો : ૨૦,૨૧,૦૫૨
પુરુષ મતદારો : ૧૦,૪૦,૯૦૪, 
સ્ત્રી મતદારો : ૯,૮૦,૧૧૭  
થર્ડ જેન્ડર મતદારો : ૩૧
બનાસકાંઠા
BJP : ડૉ. રેખા ચૌધરી, 
કૉન્ગ્રેસ : ગેનીબહેન ઠાકોર, 
કુલ ઉમેદવારો : ૧૨
કુલ મતદારો : ૧૯,૫૪,૬૪૪
પુરુષ મતદારો : ૧૦,૧૧,૪૮૪, 
સ્ત્રી મતદારો : ૯,૪૩,૧૪૩  
થર્ડ જેન્ડર મતદારો : ૧૭
(નોંધ – મતદારોની ગણતરી ૦૫-૦૧-૨૦૨૪ની સ્થિતિ અનુસાર)

સૌરાષ્ટ્ર-કચ્છ

આમ તો સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)નું વર્ચસ્વ રહેલું છે, પરંતુ ક્ષત્રિયોના આંદોલન બાદ હવે અહીં કશમકશભર્યો ચૂંટણીજંગ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. સૌની સૌથી પહેલી નજર રાજકોટ બેઠક પર રહેશે કે ક્ષત્રિય આંદોલનની અસર અહીં  કેટલી થશે અને એ જાણવાનો સૌને ઇન્તેજાર છે. સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની બેઠકો પર આ વખતે રાજપૂત સમાજની નારાજગી પણ મહત્ત્વનું ફૅક્ટર છે. આ બધું જોતાં સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની બેઠકો પર આ વખતની ચૂંટણીમાં જીત મેળવવી BJP માટે આસાન રાહ જણાતી નથી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જામસાહેબના હાથે પાઘડી પહેરીને BJPની ‘પાઘડી’ સાચવવાના પ્રયાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતની ગુજરાતની તમામ લોકસભાની બેઠકો માટે માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું અત્યારે લાગી રહ્યું છે.

આઠેય બેઠક પર નજર

કચ્છ 
BJP: વિનોદ ચાવડા
કૉન્ગ્રેસ : નીતેશ લાલણ
કુલ ઉમેદવારો : ૧૧
કુલ મતદારો : ૧૯૩૪૯૩૦
પુરુષ મતદારો : ૯,૯૭,૧૦૧   
સ્ત્રી મતદારો : ૯,૩૭,૮૦૪  થર્ડ જેન્ડર મતદારો : ૨૫
સુરેન્દ્રનગર 
BJP: ઋત્વિક મકવાણા, 
કૉન્ગ્રેસ : ચંદુભાઈ શિહોરા, 
કુલ ઉમેદવારો : ૧૪
કુલ મતદારો :  ૨૦,૨૭,૮૨૫
પુરુષ મતદારો : ૧૦,૫૫,૩૪૫   સ્ત્રી મતદારો : ૯,૭૨,૪૪૮  
થર્ડ જેન્ડર મતદારો : ૩૨
રાજકોટ 
BJP: પરષોત્તમ રૂપાલા, 
કૉન્ગ્રેસ : પરેશ ધાનાણી, 
કુલ ઉમેદવારો : ૯
કુલ મતદારો : ૨૦,૯૬,૮૧૮
પુરુષ મતદારો : ૧૦,૮૬,૦૨૦   
સ્ત્રી મતદારો : ૧૦,૧૦,૭૬૩  
થર્ડ જેન્ડર મતદારો : ૩૫
પોરબંદર
BJP: ડૉ. મનસુખ માંડવિયા, 
કૉન્ગ્રેસ : લલિત વસોયા, 
કુલ ઉમેદવારો : ૧૨
કુલ મતદારો : ૧૭,૬૩,૯૭૦
પુરુષ મતદારો : ૯,૧૦,૮૬૮  
 સ્ત્રી મતદારો : ૮,૫૩,૦૭૯  
થર્ડ જેન્ડર મતદારો : ૨૩
જામનગર 
BJP: પૂનમ માડમ, 
કૉન્ગ્રેસ : જે. પી. મારવિયા, 
કુલ ઉમેદવારો : ૧૪
કુલ મતદારો : ૧૮,૦૯,૬૧૩
પુરુષ મતદારો : ૯,૨૮,૬૬૯  
સ્ત્રી મતદારો : ૮,૮૦,૯૧૧  
થર્ડ જેન્ડર મતદારો : ૩૩
જૂનાગઢ 
BJP: રાજેશ ચુડાસમા, 
કૉન્ગ્રેસ : હીરાભાઈ જોટવા,  
કુલ ઉમેદવારો : ૧૧
કુલ મતદારો : ૧૭,૯૧,૦૯૨
પુરુષ મતદારો : ૯,૧૭,૨૭૮  
 સ્ત્રી મતદારો : ૮,૭૩,૭૮૬  
થર્ડ જેન્ડર મતદારો : ૨૮
અમરેલી
BJP: ભરત સુતરિયા, 
કૉન્ગ્રેસ : જેની ઠુંમર, 
કુલ ઉમેદવારો : ૮
કુલ મતદારો : ૧૭,૩૦,૩૪૪
પુરુષ મતદારો : ૮,૯૫,૦૭૪  
સ્ત્રી મતદારો : ૮,૩૫,૨૫૩  
થર્ડ જેન્ડર મતદારો : ૧૭
ભાવનગર 
BJP: નિમુબહેન બાંભણિયા, 
AAP : ઉમેશ મકવાણા, 
કુલ ઉમેદવારો : ૧૩ (કૉન્ગ્રેસે આ બેઠક AAP માટે છોડી દીધી છે)
કુલ મતદારો : ૧૯,૧૦,૬૬૮
પુરુષ મતદારો : ૯,૯૨,૩૭૧  
 સ્ત્રી મતદારો : ૯,૧૮,૨૫૬  
થર્ડ જેન્ડર મતદારો : ૪૧

દક્ષિણ ગુજરાત

છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં બેશક ભારતીય જનતા પાર્ટી (BJP)એ દક્ષિણ ગુજરાતની તમામ પાંચ લોકસભાની બેઠક પર વિજય મેળવ્યો છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભરૂચ અને વલસાડ લોકસભાની ચૂંટણી પર કશમકશભર્યો ચૂંટણીજંગ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. જબરદસ્ત રોમાંચક ચૂંટણીજંગ ખેલાશે એવું જણાઈ રહ્યું છે. BJP હોય કે કૉન્ગ્રેસ, સૌની નજર આ બે બેઠક પર મંડાયેલી છે. શું થશે? કોણ જીતશે?  

બીજી બાજુ BJPએ તો ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન થાય એ પહેલાં જ ભારતમાં સૌથી પહેલી સુરત લોકસભાની બેઠક વગર મહેનતે બિનહરીફ જીતી લઈને ખાતું ખોલાવ્યું છે. એટલું જ નહીં, નવસારી લોકસભા બેઠક પરથી ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સતત ત્રણ ટર્મથી માત્ર જીતી રહ્યા છે એટલું પૂરતું નથી, પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેમની જીતમાં જે લીડ મળે છે એમાં સતત લાખો મતોનો વધારો થતો ગયો છે. રહી વાત બારડોલી લોકસભા બેઠકની તો આ બેઠક પર પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે એ સમજવું મુશ્કેલ છે, કારણ કે મતદારો જાહેરમાં ખાસ કંઈ બોલવા તૈયાર નથી.

પાંચેય બેઠક પર નજર

ભરૂચ 
BJP : મનસુખ વસાવા,  
AAP : ચૈતર વસાવા, 
કુલ ઉમેદવારો : ૧૩ (કૉન્ગ્રેસે આ બેઠક AAP માટે છોડી દીધી છે)
કુલ મતદારો : ૧૭,૧૪,૦૪૩
પુરુષ મતદારો : ૮,૭૩,૧૪૩  
સ્ત્રી મતદારો : ૮,૪૦,૮૧૭  
થર્ડ જેન્ડર મતદારો : ૮૩
બારડોલી 
BJP : પરભુ વસાવા, 
કૉન્ગ્રેસ : સિદ્ધાર્થ ચૌધરી, 
કુલ ઉમેદવારો : ૩
કુલ મતદારો : ૨૦,૩૧,૧૯૯
પુરુષ મતદારો : ૧૦,૩૨,૪૬૦  
સ્ત્રી મતદારો  ૯,૯૮,૭૧૮  
થર્ડ જેન્ડર મતદારો: ૨૧

નવસારી 
BJP : સી. આર. પાટીલ, 
કૉન્ગ્રેસ : નૈષધ દેસાઈ, 
કુલ ઉમેદવારો : ૧૪
કુલ મતદારો : ૨૧,૯૮,૨૫૩
પુરુષ મતદારો : ૧૧,૮૪,૦૩૨  
સ્ત્રી મતદારો : ૧૦,૧૪,૧૧૩  
થર્ડ જેન્ડર મતદારો : ૧૦૮

વલસાડ 
BJP : ધવલ પટેલ, 
કૉન્ગ્રેસ : અનંત પટેલ, 
કુલ ઉમેદવારો : ૭
કુલ મતદારો ૧૮,૪૮,૪૩૮
પુરુષ મતદારો : ૯,૩૯,૫૮૮  
સ્ત્રી મતદારો : ૯,૦૮,૮૩૦  
થર્ડ જેન્ડર મતદારો : ૨૦ 

સુરત : આ બેઠક પર BJPના મુકેશ દલાલ બિનવિરોધ ચૂંટાઈ ગયા છે.




 

 

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK