Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સિરાજે કેમ પકડી કુલદીપની બોચી?

સિરાજે કેમ પકડી કુલદીપની બોચી?

07 February, 2021 04:23 PM IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિરાજે કેમ પકડી કુલદીપની બોચી?

સિરાજે કેમ પકડી કુલદીપની બોચી?


એક તરફ ઇંગ્લૅન્ડની મજબૂત ઇનિંગને લીધે ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી રહ્યું છે ત્યાં બીજી બાજુ એક એવો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં મોહમ્મદ સિરાજ ડ્રેસિંગરૂમની બહાર કુલદીપ યાદવની બોચી પકડતો જોવા મ‍ળી રહ્યો છે. આ વિડિયોને કારણે ટીમ ઇન્ડિયાના આ બે પ્લેયરમાં કોઈ ઝઘડો થયો છે ખરો એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે કેટલાકનું કહેવું છે કે આ હરકત તેઓ મસ્તીમાં કરી રહ્યા છે. સિરાજ અને કુલદીપ બન્નેને ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં રમવાની તક નથી મળી. આ પહેલાં ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ દરમ્યાન સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું, જેમાં રૈનાએ જાડેજાની જર્સી પકડી લીધી હતી. સિરાજ અને કુલદીપ બન્ને વચ્ચે વાસ્તવમાં શું બન્યું હતું અને આ બાબતે ટીમ મૅનેજમેન્ટ કોઈ પગલાં લેશે કે નહીં એની તો આવનારા સમયમાં જ ખબર પડશે.


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 04:23 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK