ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સિઝનમાં કોલકાતા નાઈટરાઈડર્સનો સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો. ચેન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકર સાથે લગ્ન કરી લીધા. તેમના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
View this post on Instagram
તેના લગ્ન આ વર્ષની શરૂઆતમાં થવાના હતા પણ કોરોનાને લીધે દેશભરમાં લોકડાઉન થતા લગ્ન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. મે-જૂન મહિનામાં વરુણ ચેન્નાઈમાં એ વિસ્તારમાં હતો કે જે કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ આવી ગયો હતો. જ્યારે નેહાએ લોકડાઉનનો સમય મુંબઈમાં પસાર કર્યો હતો.
Big congratulations to @chakaravarthy29 and @Nehakhedekarr from the Knight Riders Family as they begin their journey as husband and wife 💜https://t.co/a8WoEWfDsZ
— KolkataKnightRiders (@KKRiders) December 12, 2020
IPL 2020માં શ્રેષ્ઠ બોલીંગને લીધે ચક્રવર્તીનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે T-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જોકે ઈજાગ્રસ્ત થયા બાદ તેને T-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ચક્રવર્તીના સ્થાને ટી નટરાજનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. IPL સિરીઝમાં તેણે કુલ 13 મેચમાં 17 વિકેટો લીધી હતી, દિલ્હી કેપિટલ્સ સામે શ્રેષ્ઠ દેખાવ કરતા 20 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્સ્ટાગ્રામ પર વરુણ ચક્રવર્તી અને નેહા ખેડેકરને અભિનંદન પાઠવ્યા હતા.
આઇપીએલમાં ક્રિકેટની નહીં, રૂપિયાની બોલબાલા: ડેલ સ્ટેન
3rd March, 2021 10:23 ISTકૅપ્ટન વિરાટ પાસેથી નેતૃત્વકળા શીખવા માટે આતુર ગ્લેન મૅક્સવેલ
2nd March, 2021 10:52 ISTપાંચથી છ શહેરોમાં યોજાઈ શકે છે આઇપીએલ
27th February, 2021 14:09 ISTઆઇપીએલ માટે ઇંગ્લૅન્ડની ટેસ્ટ સિરીઝ ગુમાવવાનું નહીં પાલવે: કેન વિલિયમસન
22nd February, 2021 15:29 IST