Wimbledon 2019 : 15 વર્ષની કોરી ગ્રાફે પહેલા જ દિવસે અપસેટ સર્જ્યો

Published: 2nd July, 2019 23:31 IST | Mumbai

યુવા ખેલાડી ૧૫ વર્ષીય કોરી ગોફે પ્રથમ દિવસે જ સોમવારે ગ્રાન્ડસ્લેમનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. સોમવારે તેણે પાંચ વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન અમેરિકાની વિનસ વિલિયમ્સને સીધા સેટમાં ૬-૪, ૬-૪થી હરાવીને ટૂર્નામેન્ટમાં તેને બહાર કરી દીધી હતી.

Mumbai : ટેનિસ જગતના ચાર ગ્રાન્ડ સ્લેમમાંથી એક વિમ્બલ્ડનમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ઓપન એરાની સૌથી યુવા ખેલાડી ૧૫ વર્ષીય કોરી ગોફે પ્રથમ દિવસે જ સોમવારે ગ્રાન્ડસ્લેમનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. સોમવારે તેણે પાંચ વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન અમેરિકાની વિનસ વિલિયમ્સને સીધા સેટમાં ૬-૪, ૬-૪થી હરાવીને ટૂર્નામેન્ટમાં તેને બહાર કરી દીધી હતી. રસપ્રદ બાબત એ છે કે કોરી ગોફનો જન્મ થયો હતો ત્યારે વિનસ પોતાની કારકિર્દીમાં ચાર ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી હતી અને તેમાં બે વિમ્બલ્ડન પણ સામેલ હતા.


૧૯૬૮માં ઓપન એરા શરૂ થયા બાદ કોરી આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી છે. વિમ્બલ્ડન ક્વોલિફાઇંગ મેચ દરમિયાન કોરીની વય ૧૫ વર્ષ અને ૧૨૨ દિવસની હતી. કોરી ૨૩ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન તથા વિનસની બહેન સેરેના વિલિયમ્સને પોતાની આદર્શ ખેલાડી માને છે. મેચ જીત્યા બાદ કોરી ભાવુક બનીને કોર્ટ ઉપર જ રડી પડી હતી. વિનસે તેને ગળે મળીને અભિનંદન આપવા ઉપરાંત આગામી મેચો માટે શુભેચ્છા પણ પાઠવી હતી. પોતાને તક આપવા બદલ કોરીએ વિમ્બલ્ડનના આયોજકોનો પણ આભાર માન્યો હતો.


મેચ પહેલાં સાયન્સની પરીક્ષા આપવા સ્કૂલે ગઇ હતી

ક્વોલિફાઇંગ મેચના એક દિવસ પહેલાં કોરીની સ્કૂલમાં સાયન્સની પરીક્ષા પણ હતી. તેણે ફ્લોરિડામાં પરીક્ષા આપ્યા બાદ મેચ રમવા માટે લંડન ગઇ હતી. કોરી ૨૦૧૭માં ૧૩ વર્ષની વયે યૂએસ ઓપનની ગર્લ્સ કેટેગરીની ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ તેણે એક વર્ષ બાદ ફ્રેન્ચ ઓપન ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ પણ જીત્યું હતું.


ઓસાકા પહેલીવાર પહેલા જ રાઉન્ડમાં હારતા બહાર થઇ
ટેનિસ જગતમાં સ્ટાર અને જાપાનની નોઓમી ઓસાકા વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં હારી જતાં તેના અભિયાનનો અંત આવી ગયો હતો. યૂએસ ઓપન ચેમ્પિયન તથા બીજો ક્રમાંક ધરાવતી ઓસાકાને બિનક્રમાંકિત યૂલિયા પુતિનત્સેવાએ ૭-૬, ૬-૨થી હરાવી હતી. વિમ્બલ્ડનના ઓપન એરામાં (૧૯૬૮ બાદ) પ્રથમ વખત કોઇ નંબર-૨ ખેલાડી પ્રથમ રાઉન્ડમાં જ હારી છે. કઝાકિસ્તાનની યૂલિયાનો ઓસાકા સામે આ સતત બીજો વિજય છે. આ પહેલાં તેણે બર્િંમગહામ ક્લાસિકમાં ઓસાકાને હરાવી હતી. વિમેન્સ સિંગલ્સની જેમ મેન્સ સિંગલ્સમાં પણ એક મેજર અપસેટ સર્જાયો હતો. છઠ્ઠા ક્રમાંકિત એલેકઝાન્ડર ઝેવરેવનો ચેક રિપબ્લિકના બિનક્રમાંકિત ખેલાડી જિરી વેસ્લીએ ૪-૬, ૬-૩, ૬-૨, ૭-૫થી હરાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK