Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એક ગોલ ઍજેક્સનો અને પછી છ ગોલ નૅપોલીની ટીમે ખડકી ​દીધા

એક ગોલ ઍજેક્સનો અને પછી છ ગોલ નૅપોલીની ટીમે ખડકી ​દીધા

06 October, 2022 11:34 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૅમ્પિયન્સ લીગના ગ્રુપ ‘એ’ની ઍજેક્સની સૌથી ખરાબ હાર, નૅપોલીની સતત ત્રીજી જીત

ઍમ્સ્ટરડૅમમાં મંગળવારે ઍજેક્સનો નાઇજિરિયન ડિફેન્ડર કૅલ્વિન બૅસી (વચ્ચે) બૉલ પોતાના કબજામાં કરી રહ્યો હતો ત્યારે તેની સાથેની ટક્કરમાં નૅપોલીનો હિર્વિંગ લૉઝાનો નીચે પટકાયો હતો. તસવીર એ.એફ.પી.

UEFA Champions League

ઍમ્સ્ટરડૅમમાં મંગળવારે ઍજેક્સનો નાઇજિરિયન ડિફેન્ડર કૅલ્વિન બૅસી (વચ્ચે) બૉલ પોતાના કબજામાં કરી રહ્યો હતો ત્યારે તેની સાથેની ટક્કરમાં નૅપોલીનો હિર્વિંગ લૉઝાનો નીચે પટકાયો હતો. તસવીર એ.એફ.પી.


ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલ સ્પર્ધામાં ઇટલીની નૅપોલી ક્લબની ટીમે મંગળવારે નેધરલૅન્ડ્સના ઍમ્સ્ટરડૅમમાં ઍજેક્સને યુરોપિયન ફુટબૉલમાં એની સૌથી ખરાબ હારનો અનુભવ કરાવ્યો હતો. નૅપોલીએ ઍજેક્સને ૬-૧થી હરાવીને ચૅમ્પિયન્સ લીગમાં સનસનાટીભરી શરૂઆત જાળવી રાખી હતી.

મૅચના કુલ સાતમાંથી પહેલો ગોલ ઍજેક્સે ૯મી મિનિટમાં કર્યો હતો. મોહમ્મદ કુડુસના એ ગોલ બાદ ૧૮મી મિનિટથી ખરાખરીનો ખેલ શરૂ થયો હતો. ૧૮મી મિનિટમાં રસ્પૅડોરીએ નૅપોલીને પહેલો ગોલ અપાવ્યો અને પછી નૅપોલીને લાઇનબંધ ગોલ મળવા લાગ્યા હતા. ૩૩મી મિનિટમાં ડિ લૉરેન્ઝોએ, ૪૭મી મિનિટમાં ફરી રસ્પૅડોરીએ, ૪૫મી મિનિટમાં ઝીલિન્સ્કીએ, ૬૩મી મિનિટમાં ક્વારૅટ્સખેલિયાએ અને ૮૧મી મિનિટમાં સિમીઑને ગોલ કર્યો હતો. હાફ ટાઇમ વખતે સ્કોર ૩-૧ હતો. ૧-૬ની હાર ઍજેક્સની વર્ષ ૧૯૬૪ પછીની સૌથી કારમી હાર છે.



યુક્રેનને ફુટબૉલ વર્લ્ડ કપ રાખવો છે


૨૦૧૨માં યુક્રેને યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપનું સંયુક્ત રીતે આયોજન કર્યું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી રશિયા સાથેના યુદ્ધને કારણે યુક્રેન પાયમાલ થઈ ગયું છે. જોકે દેશની જનતામાં જે દમદાર સૉકરક્રેઝ જળવાઈ રહ્યો છે એનાથી પ્રેરાઈને યુક્રેનની સરકારે વર્ષ ૨૦૩૦ના ફિફા ફુટબૉલ વર્લ્ડ કપનું સંયુક્ત યજમાન બનવાનો દાવો કર્યો છે. સ્પેન અને પોર્ટુગલની સાથે યુક્રેન પણ યજમાન બનવા જોડાઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 11:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK