યુએસ ઓપનમાંથી સુમીત નાગલ આઉટ
સુમીત નાગલ
ભારતના ટેનિસ પ્લેયર સુમીત નાગલ યુએસ ઓપનમાંથી બહાર થયો છે. બીજા રાઉન્ડમાં ડોમિનિક થીમે તેને બે કલાક ચાલેલી ગેમમાં ૬-૩, ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો. ડોમિનિક સામે સુમીતે પૂરતું જોર લગાડ્યું હતું, પણ ડોમિનિકે મૅચ પર પકડ જાળવી રાખી હતી. મૅચ હારી ગયા બાદ સુમીતે કહ્યું કે ‘થેન્ક યુ ૨૦૨૦ યુએસ ઓપન. ઘણુંબધું શીખવા મળ્યું. આગળ પણ મહેનત કરતો રહીશ. તમારા સૌના સપોર્ટ બદલ આભાર.’
આગામી રાઉન્ડમાં ડોમિનિકનો મુકાબલો ૨૦૧૪ના ચૅમ્પિયન મારીન સિલિક સાથે થશે.