Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સ્પોર્ટ્‍સ મંત્રાલયે બ્રૉન્ઝ મેડલ વિજેતા ઝંડુ કુમારને ૧૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કર્યો

સ્પોર્ટ્‍સ મંત્રાલયે બ્રૉન્ઝ મેડલ વિજેતા ઝંડુ કુમારને ૧૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કર્યો

Published : 28 July, 2026 12:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર પૅરા-પાવરલિફ્ટર ઝંડુ કુમારને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ૧૦ લાખ રૂપિયાનું સન્માન આપ્યું. હવે તેમની નજર જપાનમાં યોજાનારી એશિયન પૅરા ગેમ્સ પર છે.

ઝંડુ કુમાર

ઝંડુ કુમાર


ગઈ કાલે દિલ્હીમાં સ્પોર્ટ્‍સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પૅરા-પાવરલિફ્ટર ઝંડુ કુમારને ૧૦ લાખ રૂપિયાના પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. બિહારના ઝંડુ કુમારે ગ્લાસગોમાં કૉમનવેલ્થ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતનું મેડલ-ખાતું ખોલ્યું હતું. કોચ રાજિન્દર સિંહ પણ સન્માન સમારોહમાં હાજર રહ્યા હતા. 
હવે ઝંડુ કુમારની નજર ૧૮થી ૨૪ ઑક્ટોબર દરમ્યાન જપાનમાં યોજાનારી એશિયન પૅરા-ગેમ્સ પર છે. તેણે કહ્યું કે ‘એશિયન પૅરા-ગેમ્સની તૈયારી માટે ગાંધીનગર પાછા ફરતાં પહેલાં હું મારા પરિવારને મળવા માટે મારા વતનની મુલાકાત લઈશ. એશિયન ગેમ્સમાં ચીન એક મજબૂત દાવેદાર છે, પરંતુ હું મારા દેશ માટે મેડલ જીતવા માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ કરવાનું વચન આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK