Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેસી ટ્રોફી સાથે રાખીને સૂતો!

મેસી ટ્રોફી સાથે રાખીને સૂતો!

21 December, 2022 01:53 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટને પચીસ મિનિટમાં મળી ૧૭ લાખ લાઇક્સ

મેસી ટ્રોફી સાથે રાખીને સૂતો!

FIFA World Cup

મેસી ટ્રોફી સાથે રાખીને સૂતો!


લિયોનેલ મેસી અને તેના સાથીઓ ગઈ કાલે પરોઢિયે કતારથી ફિફા વર્લ્ડ કપની ચૅમ્પિયનપદની ટ્રોફી સાથે પાટનગર બ્યુનસ આયરસ પાછા આવ્યા ત્યાર બાદ ઍરપોર્ટ પર તેમણે અસંખ્ય ચાહકોનું અભિવાદન ઝીલ્યા પછી ટીમ-બસમાં સવાર થઈને હજારો-લાખો લોકો વચ્ચે ચૅમ્પિયન-પરેડ કાઢી એ પહેલાં ખેલાડીઓએ હોટેલમાં થોડો આરામ કર્યો હતો. મેસીએ પોતાની રૂમમાં રેસ્ટ લેતી વખતે બહુમૂલ્ય ટ્રોફી પોતાની પાસે જ રાખી હતી અને એની તસવીર સોશ્યલ મીડિયામાં પળવારમાં વાઇરલ થઈ ગઈ હતી. ઇન્સ્ટાગ્રામ પરની આ અને એવી બીજી તસવીરોને માત્ર પચીસ મિનિટની અંદર ૧૭ લાખ લાઇક્સ મળી હતી.

 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Leo Messi (@leomessi)


એ પહેલાં રવિવારે આર્જેન્ટિનાએ ટ્રોફી જીતી લીધી ત્યાર બાદ મેસીએ ટ્રોફી ઊંચકીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું એ તસવીરને અત્યાર સુધી મીડિયામાં ૫૭ લાખથી વધુ લાઇક્સ મળી છે.
મેસીએ રવિવારે વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી કહ્યું હતું કે ‘હું કરીઅરમાં દરેક નાનાં-મોટાં ટાઇટલ જીત્યો છું, પણ આ એક ટ્રોફી બાકી હતી અને હવે એ પણ મેળવી લીધી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 01:53 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK