Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નેમાર બાદ હવે રોનાલ્ડોએ પણ આપ્યા નિવૃત્તિના સંકેત, 2026 વર્લ્ડ કપ હોઈ શકે છેલ્લો

નેમાર બાદ હવે રોનાલ્ડોએ પણ આપ્યા નિવૃત્તિના સંકેત, 2026 વર્લ્ડ કપ હોઈ શકે છેલ્લો

Published : 06 July, 2026 05:54 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સંકેત આપ્યો છે કે FIFA World Cup 2026 તેમની છેલ્લી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ હોઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાના કરિયર, ફૂટબૉલ પ્રત્યેના પ્રેમ અને ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વિશે પણ ખુલ્લેઆમ વાત કરી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફાઇલ તસવીર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ફાઇલ તસવીર


પોર્ટુગલના સ્ટાર ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે FIFA World Cup 2026 છેલ્લી ટૂર્નામેન્ટ બની શકે છે. સ્પેન સામેની રાઉન્ડ ઑફ 16ની મેચ પહેલાં રોનાલ્ડોએ પોતાના શાનદાર કરિયરના અંત વિશે વાત કરી હતી. પત્રકારોના સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે હાલનો વર્લ્ડ કપ તેમના કરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. બ્રાઝિલના સ્ટાર ફૂટબૉલર નેમારે નોર્વે સામેની હાર બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે રોનાલ્ડોના કરિયરના અંતના સંકેતથી દુનિયાભરના ફૂટબૉલ ચાહકો નિરાશ થયા છે.

રોનાલ્ડોએ કરી પુષ્ટિ, 2026 વર્લ્ડ કપ હશે છેલ્લી ટૂર્નામેન્ટ



ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા પર આખરે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે FIFA World Cup 2026 તેમના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ હશે. રોનાલ્ડોએ કહ્યું, "હું આ ટૂર્નામેન્ટની દરેક ક્ષણનો સંપૂર્ણ આનંદ માણવા માગું છું. કારણકે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે. પરંતુ મને આશા છે કે આ મારી છેલ્લી મેચ નહીં બને."


ફૂટબૉલ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કહ્યું કે સ્પેન સામેની મેચમાં જે પણ પરિણામ આવશે, તેનાથી તેઓ સંપૂર્ણ સંતોષ સાથે મેદાન છોડશે. તેમણે કહ્યું, "સાચું કહું તો કાલે જે પણ થાય. હું અહીંથી સંપૂર્ણ સંતોષ સાથે જઈશ. 100 ટકા નહીં, પણ 1000 ટકા સંતોષ સાથે, કારણ કે મેં ફૂટબૉલ માટે મારું બધું જ આપ્યું છે. મને કોઈ વાતનો અફસોસ નહીં રહે. મેં મારી જિંદગી સારી રીતે જીવી છે. પણ મારા માટે સૌથી મોટો જુસ્સો ફૂટબૉલ છે. હું ફૂટબૉલ રમું છું કારણ કે મને આ રમતથી ખૂબ પ્રેમ છે."


રોનાલ્ડોએ ભગવાનનો માન્યો આભાર

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાના શાનદાર કરિયરને પણ યાદ કર્યું. વર્ષ 2003માં ડેબ્યૂ કર્યા બાદ તેઓ પોર્ટુગલ માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા. આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં તેમણે 232 મેચમાં 146 ગોલ કર્યા છે. રોનાલ્ડોએ ભગવાનનો આભાર માનતા કહ્યું, "મને કોઈ વાતની ઓછ નથી. ભગવાન મારા પર ખૂબ જ મહેરબાન રહ્યા છે. હું વર્લ્ડ કપ જીતું કે ન જીતું, તેનાથી કોઈ ફરક પડતો નથી."

2003થી શરૂ થઈ હતી ઐતિહાસિક સફર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્ષ 2003માં પોર્ટુગલ માટે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે પોતાની ટીમ માટે અનેક યાદગાર જીત અપાવી છે. રોનાલ્ડો પોર્ટુગલના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેમના નામે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે. જો FIFA World Cup 2026 ખરેખર તેમની છેલ્લી ટૂર્નામેન્ટ બનશે, તો તે વિશ્વ ફૂટબૉલના એક ઐતિહાસિક યુગનો અંત માનવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 05:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK