Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફુટબૉલ વર્લ્ડ કપમાં નૉકઆઉટ મૅચમાં ગોલ કરનાર ઓલ્ડેસ્ટ પ્લેયર બન્યો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

ફુટબૉલ વર્લ્ડ કપમાં નૉકઆઉટ મૅચમાં ગોલ કરનાર ઓલ્ડેસ્ટ પ્લેયર બન્યો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

Published : 04 July, 2026 04:08 PM | Modified : 04 July, 2026 04:17 PM | IST | Toronto
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪૧ વર્ષ ૧૪૭ દિવસની ઉમંરે ફુટબૉલ વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચમાં ગોલ કરનાર રોનાલ્ડો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. છઠ્ઠી વખત વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોએ પહેલી જ વખત વર્લ્ડ કપ નૉકઆઉટ મૅચમાં ગોલ કર્યો હતો. 

ગોલ ફટકાર્યા બાદ સેલિબ્રેશન કરી રહેલો રોનાલ્ડો.

ગોલ ફટકાર્યા બાદ સેલિબ્રેશન કરી રહેલો રોનાલ્ડો.


કૅનેડાના ટૉરોન્ટોમાં ગઈ કાલે ક્રોએશિયા સામે ૨-૧ની જીત મેળવીને પોર્ટુગલે રાઉન્ડ ઑફ 16માં એન્ટ્રી કરી હતી. ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ મૅચની ૬૮ની મિનિટે ફ્રી કિક પેનલ્ટીની મદદથી ગોલ કરીને વર્તમાન વર્લ્ડ કપમાં ત્રીજો ગોલ નોંધાવ્યો હતો.
૪૧ વર્ષ ૧૪૭ દિવસની ઉમંરે ફુટબૉલ વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચમાં ગોલ કરનાર રોનાલ્ડો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. છઠ્ઠી વખત વર્લ્ડ કપ રમનાર રોનાલ્ડોએ પહેલી જ વખત વર્લ્ડ કપ નૉકઆઉટ મૅચમાં ગોલ કર્યો હતો. 
સ્ટૉપેજ ટાઇમમાં બીજો ગોલ કરીને પોર્ટુગલે મૅચનું રિઝલ્ટ પોતાના પક્ષમાં કર્યું હતું. ક્રોએશિયાએ ૧૦૩મી મિનિટે ગોલ કરીને સ્કોર બરાબર કરવાનો પ્રયાસ કર્યો. જોકે એ ગોલ ઑફસાઇડ જાહેર કરીને નામંજૂર કરવામાં આવ્યો હતો. મૅચ બાદ આ વાતથી નારાજ ક્રોએશિયાના ફૅન્સે મેદાન પર બૉટલો અને કૅન ફેક્યાં હતાં. 

રાઉન્ડ ઑફ 16નું ઑલમોસ્ટ તૈયાર થયેલું શેડ્યુલ

૪ જુલાઈ

કૅનેડા vs મોરોક્કો, રાતે ૧૦.૩૦ વાગ્યે

૫ જુલાઈ

પૅરાગ્વે vs ફ્રાન્સ, મધરાતે ૨.૩૦ વાગ્યે

૬ જુલાઈ

બ્રાઝિલ vs નૉર્વે, મધરાતે ૧.૩૦ વાગ્યે

૬ જુલાઈ

મેક્સિકો vs ઇંગ્લૅન્ડ, સવારે ૫.૩૦ વાગ્યે

૭ જુલાઈ

પોર્ટુગલ vs સ્પેન, મધરાતે ૧૨.૩૦ વાગ્યે

૭ જુલાઈ

અમેરિકા vs બેલ્જિયમ, સવારે ૫.૩૦ વાગ્યે

૭ જુલાઈ

આર્જેન્ટિના/કેપ વર્ડી vs ઑસ્ટ્રેલિયા/ઇજિપ્ત, રાતે ૯.૩૦ વાગ્યે

૮ જુલાઈ

સ્વિટ્ઝરલૅન્ડ vs કોલંબિયા/ઘાના, મધરાતે ૧.૩૦ વાગ્યે



અન્ય મૅચોના રિઝલ્ટ શું આવ્યાં? 


લૉસ ઍન્જલસ સ્ટેડિયમમાં ઑસ્ટ્રિયા સામે સ્પેન ૩-૦થી જીત્યું હતું. સ્પેનને ૨૦૧૦માં વિજયી અભિયાન દરમ્યાન છેલ્લી વખત નૉકઆઉટ મૅચમાં જીત મળી હતી. સ્વિટ્ઝરલૅન્ડે અલ્જીરિયાને ૨-૦ની સ્કોરલાઇનથી માત આપી હતી. છેલ્લે ૮૮ વર્ષ પહેલાં ૧૯૩૮માં સ્વિટ્ઝરલૅન્ડે નૉકઆઉટ મૅચ જીતી હતી. સતત ચોથી અને ઑવરઓલ નવમી વખત રાઉન્ડ ઑફ 16માં પહોંચનાર સ્વિટ્ઝરલૅન્ડની ટક્કર કોલંબિયા અને ઘાનાની મૅચની વિજેતા ટીમ સાથે થશે.

ક્રોએશિયા સામે જીત બાદ ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ દિવંગત સાથી ખેલાડી ડિઓગો જોટાને જીત સમર્પિત કરી 


ક્રોએશિયા સામે જીત બાદ ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ દિવંગત સાથી ખેલાડી ડિઓગો જોટાને જીત સમર્પિત કરી આ મૅચમાં જીત બાદ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો મેદાન પર ૨૧ નંબરની પોર્ટુગલની લાલ રંગની હોમ જર્સી લઈને આવ્યો હતો. તેનો દિવંગત સાથી ખેલાડી ડિઓગો જોટા ૨૧ નંબરની જર્સી પહેરતો હતો. આ જીત રોનાલ્ડોએ ડિઓગો જોટાને સમર્પિત કરી હતી.કારણ કે ગઈ કાલે ડિઓગો જોટાના અવસાનને એક વર્ષ થયું હતું. ૨૦૨૫માં ત્રણ જુલાઈએ  સ્પેનમાં કાર-અકસ્માતમાં ભાઈ સાથે ડિઓગો જોટાનું અવસાન થયું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 04:17 PM IST | Toronto | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK