એશિયન ગેમ્સ ૨૦૨૬ની મેન્સ હૉકીમાં ભારતે બંગલાદેશને ૧૦-૦થી હરાવીને પૂલ Aમાં પ્રથમ સ્થાન મેળવ્યું. હવે પહેલી ઑક્ટોબરે સેમી-ફાઇનલમાં ભારતની ટક્કર પાકિસ્તાન સામે થશે. બીજી સેમી-ફાઇનલમાં મલેશિયા-સાઉથ કોરિયા રમશે.
એશિયન ગેમ્સ હૉકી
એશિયન ગેમ્સ 2026ની મેન્સ હૉકી સ્પર્ધાની ટૉપ ફોર ટીમો નક્કી થઈ ગઈ છે. એક ઑક્ટોબરે પહેલી સેમી-ફાઇનલમાં ભારતની ટક્કર કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે, જ્યારે બીજી સેમી-ફાઇનલમાં મલેશિયા અને સાઉથ કોરિયા ટકરાશે.
ગઈ કાલે અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં બંગલાદેશ સામે ૧૦-૦થી જીત નોંધાવીને ભારતે અજેય રહીને પૂલ Aમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ગઈ કાલે કૅપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા. આવતી કાલે વિમેન્સ હૉકી સ્પર્ધામાં ભારત અને સાઉથ કોરિયા વચ્ચે બીજી સેમી-ફાઇનલ રમાશે, જ્યારે પહેલી સેમી-ફાઇનલમાં યજમાન જપાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન ટકરાશે.
