કોપા અમેરિકા ફુટબૉલ ટુર્નામેન્ટમાં સુપરસ્ટાર લિયોનેલ મેસીની આર્જેન્ટિનાની ટીમ સોમવારે ચિલીને પરાજિત કરશે એવી ધારણા હતી, પરંતુ મેસીના એક ગોલ છતાં આર્જેન્ટિનાને જીતવામાં સફળતા નહોતી મળી.
સોમવારે રિયો ડી જાનેરો ખાતે કોપા અમેરિકાની મૅચ દરમ્યાન એક તબક્કે રમતી વખતે પડી ગયેલો આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી. તેના એક ગોલ છતાં તેની ટીમ ન જીતી અને છેવટે તેણે ૧-૧ની ડ્રૉ બાદ ચિલીના આર્ટુરો વિડાલને વળતાં અભિનંદન આપ્યાં હતાં. એ.એફ.પી
કોપા અમેરિકા ફુટબૉલ ટુર્નામેન્ટમાં સુપરસ્ટાર લિયોનેલ મેસીની આર્જેન્ટિનાની ટીમ સોમવારે ચિલીને પરાજિત કરશે એવી ધારણા હતી, પરંતુ મેસીના એક ગોલ છતાં આર્જેન્ટિનાને જીતવામાં સફળતા નહોતી મળી. ચિલીના એડુઆર્ડો વર્ગિસે પણ એક ગોલ કર્યો હતો અને ચિલીને આર્જેન્ટિના સામેની મૅચ ડ્રૉ કરાવી આપી હતી. તેણે સેકન્ડ હાફમાં હેડરથી આ ગોલ નોંધાવ્યો હતો. મેસી આ મૅચમાં પોતાની ટીમના દેખાવથી નાખુશ હતો. એ પહેલાંની મૅચમાં પારાગ્વેએ બોલિવિયાને ૩-૧થી તથા કૉલમ્બિયાએ ઇક્વાડોરને ૧-૦થી હરાવ્યું હતું.