નવેમ્બરમાં કેરલામાં રમાશે ફ્રેન્ડ્લી મૅચ, હરીફ ટીમ હજી નક્કી નથી
આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમ
ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ફુટબૉલ ટીમે ભારતીય ફૅન્સ માટે મોટી જાહેરાત કરી છે. આર્જેન્ટિના ફુટબૉલ ટીમની ઇન્ડિયા ટૂર કન્ફર્મ થઈ, જેમાં તેઓ આગામી ૧૦થી ૧૮ નવેમ્બર વચ્ચે કેરલામાં એક ફ્રેન્ડ્લી મૅચ રમશે. સ્પષ્ટ તારીખ, સ્ટેડિયમ અને હરીફ ટીમ આગામી સમયમાં જાણવા મળશે.
આર્જેન્ટિના ફુટબૉલ અસોસિએશને પોતાના નિવેદનમાં સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસી કે ટીમના કયા પ્લેયર્સ રમવા આવશે એનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ કેરલા સરકાર અનુસાર મેસીના નેતૃત્વમાં આખી ટીમ ભારત આવશે. ૩૮ વર્ષનો મેસી આ વર્ષે ડિસેમ્બરમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા અને અમદાવાદની મુલાકાત લેશે એવી પણ સંભાવના છે.


