આજે ફરી એક વાર તાપમાનાનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી જાય એવી શક્યતા
ફાઇલ તસવીર
હવામાન ખાતાએ ફરી એક વાર પાલઘર, મુંબઈ, થાણે અને રાયગડ વિસ્તારમાં કેટલીક જગ્યાએ હીટવેવ આવવાની અને ગરમી વધવાની શક્યતાઓ દર્શાવીને બે દિવસ માટે યલો અલર્ટ જાહેર કરી છે. ગઈ કાલે મુંબઈમાં ૩૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, પણ આજે ફરી એક વાર તાપમાનાનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી જાય એવી શક્યતા દર્શાવી છે. આમ બે દિવસ ૩૩-૩૪ની આસપાસ રહેલો પારો આજે ફરી ઉપર જવાની શક્યતા છે.
બીજી બાજુ રાજ્યના કોલ્હાપુર, સાતારા, સાંગલીના ઘાટ વિસ્તારોમાં આવતી કાલથી બે દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા દર્શાવાઈ છે. ૩૦-૪૦ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.
ADVERTISEMENT
ગઈ કાલે મુંબઈના વિસ્તારોનું તાપમાન
વિક્રોલી : ૩૬.૯ ડિગ્રી, રામ મંદિ ર: ૩૬.૨ ડિગ્રી, વિદ્યા વિહાર: ૩૪.૫ ડિગ્રી, ભાયખલા : ૩૪.૧ ડિગ્રી, તાતા પાવર ચેમ્બુર : ૩૩.૪ ડિગ્રી, દહિસર : ૩૩ ડિગ્રી
