Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આર્જેન્ટિનામાં લીઅનલ મેસીના સન્માનમાં તમામ ફુટબૉલ મૅચ દસમી મિનિટે રોકાશે

આર્જેન્ટિનામાં લીઅનલ મેસીના સન્માનમાં તમામ ફુટબૉલ મૅચ દસમી મિનિટે રોકાશે

Published : 04 September, 2026 11:02 AM | IST | Buenos Aires
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્જેન્ટિના ફુટબૉલ અસોસિએશને લીઅનલ મેસીના સન્માનમાં મોટો નિર્ણય લીધો છે. તમામ સ્તરની મૅચમાં દસમી મિનિટે રમત રોકીને એક મિનિટ તાળીઓથી મેસીને સન્માન અપાશે.

લિયોનેલ મેસ્સી

લિયોનેલ મેસ્સી


આર્જેન્ટિના ફુટબૉલ અસોસિએશને હાલમાં ઇન્ટરનૅશનલ લેવલે નિવૃત્તિ લેનાર લીઅનલ મેસીના સન્માનમાં મોટો નિર્ણય લીધો છે. આ સપ્તાહના અંત સુધીમાં વિમેન્સ અને મેન્સ સહિત આર્જેન્ટિના ફુટબૉલના તમામ સ્તરની મૅચમાં દસમી મિનિટે મૅચ રોકવામાં આવશે.
૧૦ નંબરની જર્સી પહેરતા લીઅનલ મેસીને એક મિનિટ તાળીઓ વગાડીને સન્માનિત કરવામાં આવશે. આર્જેન્ટિના ફુટબૉલમાં લીઅનલ મેસીને ફેરવેલ આપવાની પ્રક્રિયા પહેલાંથી જ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે બોકા જુનિયર્સ અને વેલેઝ ટીમ વચ્ચેની ફર્સ્ટ ડિવિઝન મૅચ દસમી મિનિટે રોકી દેવામાં આવી હતી.

લીઅનલ મેસીએ પોતાને GOAT ગણાવતી પોસ્ટ શૅર કરી



૩૯ વર્ષના લીઅનલ મેસીએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક બ્રૅન્ડનો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં એક મશીનમાંથી બિલ બહાર નીકળી રહ્યું હતું. બિલના કાગળ પર લીઅનલ મેસીની ઇન્ટરનૅશનલ કરીઅરની તમામ સિદ્ધિઓ લખી હતી. બિલના અંતે GOAT ડિબેટ સેટલ્ડ એટલે કે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમની ચર્ચા સમાપ્ત થઈ ગઈ છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લીઅનલ મેસીમાંથી સૌથી મહાન ખેલાડી એટલે કે GOAT કોણ છે એવી ચર્ચા ચાલતી જ રહે છે. ઇન્ટરનૅશનલ સ્તર સહિત ફુટબૉલ ઇતિહાસમાં ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૬૦૨ મૅચમાં સૌથી વધુ ૯૭૮ ગોલ કર્યા છે. લીઅનલ મેસી ૫૭૧ મૅચોમાં ૯૨૭ ગોલ સાથે બીજા ક્રમે છે, પણ તેણે ઇન્ટરનૅશનલ કરીઅરમાં વધુ સિદ્ધિઓ મેળવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 11:02 AM IST | Buenos Aires | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK