ઝિમ્બાબ્વે સામેની પહેલી ટેસ્ટમાંથી રેગ્યુલર કૅપ્ટન ટૉમ લૅધમ ઇન્જરીને કારણે આઉટ
ટૉમ લૅધમ, મિશેલ સૅન્ટનર
બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજથી યજમાન ઝિમ્બાબ્વે અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે ૧૯૯૨થી રમાયેલી ૧૭માંથી ૧૧ ટેસ્ટ કિવી ટીમે જીતી છે, જ્યારે ૬ ટેસ્ટ ડ્રૉ રહી છે. બન્ને ટીમ વચ્ચે ૨૦૧૬ બાદ પહેલી વાર ટેસ્ટ-મૅચ રમાશે. આ હરીફ ટીમ સામે એક પણ ટેસ્ટ ન જીતનાર ઝિમ્બાબ્વેએ કિવી ટીમ સામે ૨૦૦૦માં છેલ્લી ડ્રૉ મૅચ બાદ ૬ ટેસ્ટમાં સળંગ હારનો સામનો કર્યો છે.
૩૦ જુલાઈથી ૧૧ ઑગસ્ટ વચ્ચે રમાનારી આ ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં જ કિવી ટીમને ઝટકો લાગ્યો છે. રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન ટૉમ લૅધમ ખભાની ઇન્જરીને કારણે પહેલી ટેસ્ટ નહીં રમી શકશે. તેના સ્થાને મર્યાદિત ઓવર્સના કૅપ્ટન મિશેલ સૅન્ટનરને આ જવાબદારી મળી છે. તે ન્યુ ઝીલૅન્ડ મેન્સ ક્રિકેટ ટીમનો ૩૨મો ટેસ્ટ-કૅપ્ટન બનશે. ૩૦ ટેસ્ટ-મૅચ રમનાર સૅન્ટનર પહેલી વાર ટેસ્ટ-કૅપ્ટન્સી સંભાળશે. ભારતમાં બપોરે ૧.૩૦ વાગ્યાથી ફેનકૉડ ઍપ પર આ મૅચનો આનંદ માણી શકાશે.
ADVERTISEMENT
ભારતીય સમય અનુસાર બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે રમત


