ભારતમાં આ ફાઇનલ જંગ સાંજે ૪.૩૦ વાગ્યાથી ફેનકોડ ઍપ પર જોઈ શકાશે. સ્ટાર પ્લેયર્સની ગેરહાજરીમાં બન્ને ટીમના યંગ પ્લેયર્સ પાસે પોતાની પ્રતિભા બતાવવાની શ્રેષ્ઠ તક હશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજે હરારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિકોણીય T20 સિરીઝની ફાઇનલ મૅચ ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ સિરીઝમાં ઝિમ્બાબ્વે અને આફ્રિકન ટીમ સામેની તમામ ચારેચાર મૅચ ન્યુ ઝીલૅન્ડ જીત્યું છે. જ્યારે કિવી ટીમ સામે સિરીઝની બન્ને મૅચ હારનાર સાઉથ આફ્રિકા હજી યોગ્ય ટીમ-સંયોજન મેળવી શક્યું નથી.
બન્ને ટીમ વચ્ચે ૧૭ T20 મૅચ રમાઈ છે જેમાંથી સાઉથ આફ્રિકા ૧૧ અને કિવી ટીમ ૬ મૅચ જીતી છે. છેલ્લી ૧૦ મૅચમાંથી સાઉથ આફ્રિકા ૬ અને ન્યુ ઝીલૅન્ડ ચાર મૅચ જીત્યું છે. ભારતમાં આ ફાઇનલ જંગ સાંજે ૪.૩૦ વાગ્યાથી ફેનકોડ ઍપ પર જોઈ શકાશે. સ્ટાર પ્લેયર્સની ગેરહાજરીમાં બન્ને ટીમના યંગ પ્લેયર્સ પાસે પોતાની પ્રતિભા બતાવવાની શ્રેષ્ઠ તક હશે.


