ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે માસ્ટર બ્લાસ્ટરનો ૧૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો
બ્રેન્ડન ટેલર
ઝિમ્બાબ્વેના વિકેટકીપર-બૅટર બ્રેન્ડન ટેલરે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઊતરતાંની સાથે જ સચિન તેન્ડુલકરનો ૧૪ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. મેન્સ વન-ડેમાં સૌથી લાંબી કરીઅરનો સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ છેક હવે તૂટ્યો છે.
૨૦૦૪ની ૨૦ એપ્રિલે વન-ડે ડેબ્યુ કરીને ૨૦૮ જેટલી વન-ડે મૅચ રમનાર બ્રેન્ડન ટેલર આ ફૉર્મેટમાં ૨૨ વર્ષ ૧૪૮ દિવસની કરીઅર ધરાવે છે. સચિન તેન્ડુલરે ૧૯૮૯થી ૨૦૧૨ સુધી ૨૨ વર્ષ ૯૧ દિવસમાં ૪૬૩ મૅચોવાળી વન-ડે કરીઅરનો રેકૉર્ડ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ગઈ કાલે ઝિમ્બાબ્વે સામેની પહેલી વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ મૅટ રેનશૉના ૯૪ બૉલમાં ૧૦૯ રનની મદદથી ૨૯૪-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં યજમાન ઝિમ્બાબ્વેએ ૨૩૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ.
22 વર્ષ 274 દિવસ
મેન્સ-વિમેન્સ ક્રિકેટમાં આટલા સમયગાળાની સૌથી લાંબી વન-ડે કરીઅરનો રેકૉર્ડ મિતાલી રાજને નામે છે.
