ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ ગ્રેગ ચૅપલને લાગે છે કે... યંગ પ્લેયર્સને આગળ વધારવાની ભારતીય ક્રિકેટ બોર્ડની વ્યૂહરચનાની પણ પ્રશંસા કરી
ગ્રેગ ચૅપલ, યશસ્વી જાયસવાલ
૨૦૦૫થી ૨૦૦૭ સુધી ભારતના હેડ કોચ રહેલા ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્રેગ ચૅપલે હાલમાં પોતાની એક કૉલમમાં ભારતીય ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટર્સની પ્રશંસા કરી હતી. તેમણે કૉલમમાં લખ્યું હતું કે ‘યશસ્વી જાયસવાલ એક નીડર યુવા ઓપનિંગ બૅટર છે. તે સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી જેવી શાનદાર બૅટિંગના વારસાને આગળ વધારી શકે છે. જાયસવાલની સફર બતાવે છે કે કેવી રીતે ભારતીય ક્રિકેટ બોર્ડની વ્યૂહરચના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વર્લ્ડ ક્રિકેટમાં તેનું વર્ચસ જમાવ્યું છે. યુવા બૅટ્સમૅન ભારત માટે રમવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે ૧૦ વર્ષની ઉંમરે મુંબઈ આવ્યો હતો. ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવું કેટલું મુશ્કેલ છે એ જોતાં તેની પ્રતિબદ્ધતા અદ્ભુત છે.’