જવાગલ શ્રીનાથ મૅચ રેફરી અને નીતિન મેનન ફોર્થ અમ્પાયર રહેશે
જવાગલ શ્રીનાથ, નીતિન મેનન
ભારત ભલે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પહોંચ્યું ન હોય, પરંતુ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથ અને અમ્પાયર નીતિન મેનન ભારતીયો તરીકે તેમની હાજરી દર્શાવશે. શ્રીનાથ મૅચ રેફરી અને મેનન ફોર્થ અમ્પાયર તરીકે WTC ફાઇનલમાં પહેલી વાર જવાબદારી સંભાળશે.
લૉર્ડ્સમાં ૧૧થી ૧૫ જૂન દરમ્યાન રમાનારી WTC ફાઇનલ માટે ઇંગ્લૅન્ડના રિચર્ડ ઇલિંગવર્થ અને ન્યુ ઝીલૅન્ડના ક્રિસ ગૅફૅની ઑન-ફીલ્ડ અમ્પાયર રહેશે. ફાઇનલમાં તેઓ અનુક્રમે સતત ત્રીજી અને બીજી વાર આ ભૂમિકા ભજવશે. ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની રસપ્રદ ટક્કરમાં ઇંગ્લૅન્ડના રિચર્ડ કેટલબરો ટીવી-અમ્પાયર તરીકે નિયુક્ત થયા છે. તેઓ સતત ત્રીજી વાર ફાઇનલ મૅચમાં આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.


