Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજથી દુબઈમાં વિમેન્સ T20 એશિયા કપનો પ્રારંભ

આજથી દુબઈમાં વિમેન્સ T20 એશિયા કપનો પ્રારંભ

Published : 28 August, 2026 09:01 AM | IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ પાંચેય ફાઇનલ મૅચ રમીને ત્રણ વખત ચૅમ્પિયન બની છે

તિરંગા સાથે કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના.

તિરંગા સાથે કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના.


UAEના દુબઈમાં આજે ૨૮ ઑગસ્ટથી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન વિમેન્સ T20 એશિયા કપ રમાશે. ૨૦૦૪થી ૨૦૦૬ સુધી વન-ડે ફૉર્મેટમાં રમાયેલો એશિયા કપ છેલ્લી પાંચ આવૃત્તિથી T20 ફૉર્મેટમાં રમાઈ રહ્યો છે.વન-ડે ફૉર્મેટની ત્રણેય આવૃત્તિમાં ભારત શ્રીલંકાને હરાવીને સતત ત્રણ વખત ચૅમ્પિયન બન્યું હતું. 
છેલ્લી પાંચ T20 આવૃત્તિની તમામ ફાઇનલ મૅચમાં ભારત રમ્યું છે અને ૨૦૧૨, ૨૦૧૬ અને ૨૦૨૨માં ચૅમ્પિયન પણ બન્યું હતું. આ વખતે કૅપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના ભારતને સતત છઠ્ઠી વખત ફાઇનલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. 
એશિયા કપમાં ૮ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, થાઇલૅન્ડ, હૉન્ગકૉન્ગનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, બંગલાદેશ, UAE અને ઇન્ડોનેશિયાને સ્થાન આપવામાં આવ્યું છે.
ઓપનિંગ મૅચ થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ વચ્ચે રમાશે. દરેક દિવસે દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં એક-એક મૅચ રમાશે અને ભારતીય સમય અનુસાર સાંજે ૮ વાગ્યે મૅચ શરૂ થશે. બન્ને ગ્રુપની ટૉપ ટીમો વચ્ચે ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ રમાશે, જ્યારે ૧૩ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. 
હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ ૩૦ ઑગસ્ટે થાઇલૅન્ડ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ૩ સપ્ટેમ્બરે હૉન્ગકૉન્ગ સામે મૅચ રમાશે અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ પાંચ સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. 

વિમેન્સ T20 એશિયા કપ 2026નું શેડ્યુલ



૨૮ ઑગસ્ટ : થાઇલૅન્ડ vs હૉન્ગકૉન્ગ 
૨૯ ઑગસ્ટ :શ્રીલંકા vs UAE 
૩૦ ઑગસ્ટ :ભારત vs થાઇલૅન્ડ 
૩૧ ઑગસ્ટ :બંગલાદેશ vs ઇન્ડોનેશિયા 
૧ સપ્ટેમ્બર :પાકિસ્તાન vs થાઇલૅન્ડ 
૨ સપ્ટેમ્બર :શ્રીલંકા vs ઇન્ડોનેશિયા 
૩ સપ્ટેમ્બર: ભારત vs હૉન્ગકૉન્ગ 
૪ સપ્ટેમ્બર: UAE vs ઇન્ડોનેશિયા 
૫ સપ્ટેમ્બર :ભારત vs પાકિસ્તાન 
૬ સપ્ટેમ્બર :શ્રીલંકા vs બંગલાદેશ 
૭ સપ્ટેમ્બર :પાકિસ્તાન vs હૉન્ગકૉન્ગ
૮ સપ્ટેમ્બર :બંગલાદેશ vs UAE
૧૦ સપ્ટેમ્બર : પહેલી સેમી-ફાઇનલ 
૧૧ સપ્ટેમ્બર :બીજી સેમી-ફાઇનલ 
૧૩ સપ્ટેમ્બર : ફાઇનલ મૅચ 


વિમેન્સ T20 એશિયા કપની ફાઇનલ મૅચોનાં રિઝલ્ટ

૨૦૧૨માં પાકિસ્તાન સામે ભારતનો ૧૮ રને વિજય
૨૦૧૬માં પાકિસ્તાન સામે ભારતની ૧૭ રને જીત 
૨૦૧૮માં ભારત સામે બંગલાદેશની ૩ વિકેટે જીત 
૨૦૨૨માં શ્રીલંકા સામે ભારતની આઠ વિકેટે જીત 
૨૦૨૪માં ભારત સામે શ્રીલંકાનો આઠ વિકેટે વિજય 


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 09:01 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK