બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૬માંથી ચાર મૅચ મુંબઈએ અને બે મૅચ યુપીએ જીતી છે. ત્રીજી સીઝનમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર છે. પહેલી ટક્કરમાં મુંબઈએ ૮ વિકેટે જીત નોંધાવી હતી
મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને યુપી વૉરિયર્સની કૅપ્ટન દીપ્તિ શર્મા.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ૧૬મી મૅચ આજે યુપી વૉરિયર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. યુપી વૉરિયર્સની પ્લેઑફમાં પહોંચવાની આશા આ મૅચ પર નિર્ભર છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી પહેલી હોમ ગ્રાઉન્ડ મૅચમાં ગુજરાત જાયન્ટ્સે તેમને ૮૧ રનના મોટા અંતરથી હરાવ્યું હતું. ૬ મૅચમાંથી બે જીત અને ચાર હારને કારણે યુપી વૉરિયર્સની ટીમ ચાર પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા અને અંતિમ સ્થાન પર છે. મુંબઈ ઇન્ડિયન્સની સ્થિતિ વધુ સારી છે અને તેઓ પાંચ મૅચમાં ૩ જીતની મદદથી છ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૬માંથી ચાર મૅચ મુંબઈએ અને બે મૅચ યુપીએ જીતી છે. ત્રીજી સીઝનમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર છે. પહેલી ટક્કરમાં મુંબઈએ ૮ વિકેટે જીત નોંધાવી હતી. ત્રીજી સીઝન હાલમાં પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, કારણ કે દરેક ટીમ પોતાની ગ્રુપ-સ્ટેજની આઠ મૅચ પૂરી કરવાની નજીક છે.

