ગુજરાતે આપેલા ૧૮૭ રનના ટાર્ગેટ સામે ૧૭.૧ ઓવરમાં ૧૦૫ રનમાં ખખડી ગઈ યુપીની ટીમ
બેથ મૂની ગુજરાત જાયન્ટ્સ માટે ૯૦ પ્લસ રનની ઈનિંગ્સ રમનાર પહેલી ક્રિકેટર બની.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ૧૫મી મૅચમાં યુપી વૉરિયર્સે પોતાના હોમ ગ્રાઉન્ડ લખનઉના એકાના સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ સામે ૮૧ રને હારનો સામનો કરવો પડ્યો છે. હોમ ગ્રાઉન્ડ પર પહેલી વાર રમતાં યુપીએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ગુજરાતે ઓપનર બેથ મૂનીના રૂપમાં પોતાની પહેલી ૯૦ પ્લસ રનની વ્યક્તિગત ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૮૬ રન ફટકાર્યા હતા. ૧૮૭ રનના ટાર્ગેટ સામે યુપીની ટીમ ૧૭.૧ ઓવરમાં ૧૦૫ રનનો સ્કોર બનાવી શકી હતી. હમણાં સુધી પૉઇન્ટ્સ-ટેબલમાં અંતિમ સ્થાન પર રહેનારી ગુજરાતની ટીમે હવે સારા રન-રેટ (+0.166) સાથે ટૉપ-થ્રીમાં એન્ટ્રી કરી છે.
અનુભવી બૅટ્સમૅન બેથ મૂનીએ ૧૭ ચોગ્ગાની મદદથી ૫૯ બૉલમાં ૯૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી જે ગુજરાત જાયન્ટ્સ માટે હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર પણ હતો. આ ટુર્નામેન્ટની પહેલી સેન્ચુરી સુધી પહોંચવા માટે છેલ્લી ઓવરમાં ૧૦ રનની જરૂર હતી, પરંતુ તે ત્રણ બૉલમાં ફક્ત છ રન જ બનાવી શકી હતી. પહેલી ઓવરમાં ઓપનર દયાલન હેમલથા (બે રન)ની વિકેટ ગુમાવ્યા બાદ બેથ મૂનીએ હરલીન દેઓલ (૩૨ બૉલમાં ૪૫ રન) સાથે બીજી વિકેટ માટે ૬૮ બૉલમાં ૧૦૧ રનની પાર્ટનરશિપ કરી જે આ ટીમ માટે પહેલી ૧૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ બની છે. યુપી વૉરિયર્સ તરફથી સ્પિનર સોફી એક્લેસ્ટને ૩૪ રન આપીને સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી યુપીની ટીમે ૭.૪ ઓવરમાં ૩૬ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. ઓપનર ગ્રેસ હેરિસ (૩૦ બૉલમાં પચીસ રન) અને ઑલરાઉન્ડર ચિનેલ હેન્રી (૧૪ બૉલમાં ૧૮ રન) સિવાય કોઈ બૅટર મોટી ઇનિંગ્સ રમી શકી નહોતી. ગુજરાત માટે ફાસ્ટ બોલર કાશવી ગૌતમ અને સ્પિનર તનુજા કંવરે સૌથી વધુ ૩-૩ વિકેટ ઝડપી હતી.
|
WPL 2025નું પૉઇન્ટ્સ-ટેબલ |
||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
|
દિલ્હી |
૭ |
૫ |
૨ |
૧૦ |
|
ગુજરાત |
૬ |
૩ |
૩ |
૬ |
|
મુંબઈ |
૫ |
૩ |
૨ |
૬ |
|
બૅન્ગલોર |
૬ |
૨ |
૪ |
૪ |
|
યુપી |
૬ |
૨ |
૪ |
૪ |


