વિમેન્સ પ્રીમિયર લીગના ઑક્શનમાં મુંબઈની ગર્લનો ધમાકો : રવિવારે બપોરે પાકિસ્તાન સામે ધમાલ મચાવનાર ૧૬ વર્ષની જી. કમાલિની ટુર્નામેન્ટની યંગેસ્ટ કરોડપતિ બની
સિમરન શેખ, ડિઆન્ડ્રા ડોટિન, જી. કમાલિની
ગઈ કાલે બૅન્ગલોરમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 માટે ઑક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૯ ખાલી સ્લૉટ માટે ૧૨૦ પ્લેયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ૧૨૦ પ્લેયર્સમાંથી ૯૧ ભારતીય અને ૨૯ વિદેશી પ્લેયર્સ સામેલ હતી જેમાં અસોસિએટ નેશનની ત્રણ પ્લેયર્સનો સમાવેશ થતો હતો. પાંચેય ફ્રૅન્ચાઇઝીઓએ અનુભવી પ્લેયર્સ કરતાં યંગ પ્લેયર્સ પર વધારે વિશ્વાસ મૂક્યો છે. ચાલો જાણીએ આ ઑક્શનની રોમાંચક વાતો...
lદરેક ટીમે છ વિદેશી અને ૧૨ ભારતીય સહિત ૧૮ સભ્યોની સ્ક્વૉડ પૂરી કરી છે. ઑક્શનમાં માત્ર ચાર પ્લેયર્સ પર એક કરોડ રૂપિયાથી વધુની બોલી લાગી હતી.
ADVERTISEMENT
lઑક્શન પહેલાં પાંચેય ફ્રૅન્ચાઇઝીઓ પાસે મળીને ૧૬.૭ કરોડ રૂપિયાનું બજેટ બાકી હતું પણ ઑક્શનમાં બાકીના ૧૯ પ્લેયર્સ ખરીદવા માટે ૯.૦૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા.
l ભારતની સ્નેહ રાણા, ઑસ્ટ્રેલિયાની એલ. હૅરિસ અને ઇંગ્લૅન્ડની હીધર નાઇટ વગેરે એવી પ્લેયર્સ હતી જેમના પર મોટી બોલી લાગવાની અપેક્ષા હતી પણ તેઓ ઑક્શનમાં અનસોલ્ડ રહી છે.
l ઑક્શન પહેલાં યુપી વૉરિયર્સ સિવાય દરેક ટીમમાં ૪-૪ સ્લૉટ ખાલી હતા. યુપી વૉરિયર્સ પાસે ૩.૯ કરોડ રૂપિયાનું બજેટ હતું છતાં ૫૦ લાખ રૂપિયાનું જ બજેટ વાપરીને એણે સ્ક્વૉડની બાકીની ત્રણ પ્લેયર્સ ખરીદી લીધી છે.
lમુંબઈની બાવીસ વર્ષની અનકૅપ્ડ ઑલરાઉન્ડર સિમરન શેખને ગુજરાત જાયન્ટ્સ દ્વારા આ ઑક્શનમાં સૌથી વધુ ૧.૯૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. ૩૦ લાખની બેઝ-પ્રાઇસવાળી આ પ્લેયર માટે દિલ્હી અને ગુજરાત વચ્ચે બિડિંગ-વૉર ચાલી હતી. તે આ પહેલાં યુપી વૉરિયર્સ ટીમનો ભાગ હતી.
l ઑક્શનમાં સૌથી પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ૩૩ વર્ષની ઑલરાઉન્ડર ડિઆન્ડ્રા ડોટિન ૧.૭૦ કરોડ રૂપિયામાં ગુજરાત માટે સોલ્ડ થઈ હતી. ૫૦ લાખની બેઝ-પ્રાઇસવાળી આ પ્લેયર આ ઑક્શનની સૌથી મોંઘી વિદેશી પ્લેયર બની છે. ગયા વર્ષે તે અનસોલ્ડ રહી હતી.
lતામિલનાડુની ૧૬ વર્ષની જી. કમાલિની માટે ગઈ કાલનો દિવસ શાનદાર રહ્યો હતો. તેણે બપોરે T20 અન્ડર-19 વિમેન્સ એશિયા કપમાં પાકિસ્તાન સામે ૪૪ રન અણનમની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો અને સાંજે મુંબઈ ઇન્ડિયન્સે તેને ૧.૬૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. ૧૦ લાખની બેઝ-પ્રાઇસવાળી આ વિકેટકીપર-બૅટર આ ટુર્નામેન્ટના ઇતિહાસની યંગેસ્ટ કરોડપતિ બની છે.
l ઉત્તરાખંડની અનકૅપ્ડ ઑલરાઉન્ડર પ્રેમા રાવતને બૅન્ગલોરે ૧.૨ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે. ૧૦ લાખની બેઝ-પ્રાઇસવાળી આ પ્લેયરને ઑક્શનમાં ૧૨ ગણી રકમ મળી છે.


