શ્રેયંકા અને શિખા બીજી વાર WCPL રમશે, જ્યારે WPL 2025માં દિલ્હી કૅપિટલ્સ માટે નેટ બોલર રહેલી સલોનીને પહેલી વાર WCPLનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગ (WCPL)ની ચોથી સીઝનના ડ્રાફ્ટમાં ત્રણ ભારતીય ક્રિકેટર્સની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ઑલરાઉન્ડર શ્રેયંકા પાટીલ, શિખા પાંડે સહિત છત્તીસગઢની પ્રતિભાશાળી સ્પિનર સલોની ડાંગોર ૬થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન WCPL 2025માં રમતી જોવા મળશે.
શ્રેયંકા પાટીલ બે વખતની ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાર્બેડોઝ રૉયલ્સ સાથે જોડાશે. ઈજાને કારણે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2025માં રમવાની તક ગુમાવ્યા બાદ તે વાપસી કરી રહી છે. શિખા પાંડે અને સલોની ડાંગોરને ત્રિનબાગો નાઇટ રાઇડર્સ દ્વારા પસંદ કરવામાં આવી છે. શ્રેયંકા અને શિખા બીજી વાર WCPL રમશે, જ્યારે WPL 2025માં દિલ્હી કૅપિટલ્સ માટે નેટ બોલર રહેલી સલોનીને પહેલી વાર WCPLનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે.


