ભારતીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના હાલમાં મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં રત્નાગિરિ જેટ્સનું નેતૃત્વ કરી રહી છે. એક ઇવેન્ટમાં ૨૮ વર્ષની આ ક્રિકેટરે કહ્યું હતું કે ‘વિમેન્સ ક્રિકેટ માટે આ પ્રકારનું પ્લૅટફૉર્મ મળવું અદ્ભુત છે.
સ્મૃતિ માન્ધના
ભારતીય વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના હાલમાં મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની પહેલી સીઝનમાં રત્નાગિરિ જેટ્સનું નેતૃત્વ કરી રહી છે. એક ઇવેન્ટમાં ૨૮ વર્ષની આ ક્રિકેટરે કહ્યું હતું કે ‘વિમેન્સ ક્રિકેટ માટે આ પ્રકારનું પ્લૅટફૉર્મ મળવું અદ્ભુત છે. રાજ્ય સંગઠનો અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)એ પણ આમાં ઘણી મદદ કરી છે. આ સાબિત કરે છે કે વિમેન્સ ક્રિકેટ આવક ઉત્પન્ન કરી શકે છે, જે ખૂબ જ સારી બાબત છે.’
તેણે વધુમાં કહ્યું હતું કે ‘લોકો હવે વિમેન્સ ક્રિકેટમાં પૈસા રોકાણ કરવા તૈયાર છે. રમત જેટલી વધુ વ્યાવસાયિક હશે એટલો જ ફાયદો પાયાના ક્રિકેટરોને થશે. હાલમાં ભારતમાં વિમેન્સ ક્રિકેટમાં રોકાણ આવી રહ્યું છે જે પ્લેયર્સની રમત સુધારવામાં મદદ કરી રહ્યું છે. અમને ફિટનેસ અને આ બાબતોના મહત્ત્વ વિશે અમારી કરીઅરમાં ખૂબ મોડેથી ખબર પડી હતી.’

