Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાની ચાહકોએ લગાવ્યા સેહવાગ...સેહવાગના નારા, આર્યવીરે શાંત રહેવા સીતા રામ...સીતા રામનો જાપ કર્યો

પાકિસ્તાની ચાહકોએ લગાવ્યા સેહવાગ...સેહવાગના નારા, આર્યવીરે શાંત રહેવા સીતા રામ...સીતા રામનો જાપ કર્યો

Published : 16 November, 2026 03:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે ગઈ કાલે અન્ડર-19 એશિયા કપ વિજેતા દીકરા આર્યવીર સેહવાગ સાથેની વિડિયો-કૉલની વાતચીતની ઝલક શૅર કરી હતી

દીકરા આર્યવીર સાથે વિડિયો-કૉલ પર વાતચીત કરી રહેલો વીરેન્દર સેહવાગ.

દીકરા આર્યવીર સાથે વિડિયો-કૉલ પર વાતચીત કરી રહેલો વીરેન્દર સેહવાગ.


ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગે ગઈ કાલે અન્ડર-19 એશિયા કપ વિજેતા દીકરા આર્યવીર સેહવાગ સાથેની વિડિયો-કૉલની વાતચીતની ઝલક શૅર કરી હતી. પાકિસ્તાન સામેની દિલધડક જીત પછી મસ્કતથી મોટા દીકરા આર્યવીરે દિલ્હીમાં બેઠેલા પપ્પા સાથે ફાઇનલ મૅચ દરમ્યાનની શાનદાર ઘટનાઓ વિશે ખુલાસો કર્યો હતો. 
આર્યવીરે ઉત્સાહપૂર્વક વિડિયો-કૉલ પર કહ્યું કે ‘ફાઇનલ મૅચની છેલ્લી ઓવર દરમ્યાન હું એક જગ્યા પર બેસીને ‘સીતા રામ...સીતા રામ’ના જાપ સાથે ભારતની જીતની પ્રાર્થના કરી રહ્યો હતો. અમે બધા બસ એક બાઉન્ડરીની આશા રાખી રહ્યા હતા અને આખરે છેલ્લા બૉલ પર એ મળી ગઈ. જ્યારે મને ઇન્જરી થઈ અને ફિઝિયો મેદાન પર આવ્યો ત્યારે પાકિસ્તાનીઓથી ભરેલા સ્ટૅન્ડમાંથી પણ ‘સેહવાગ... સેહવાગ’ના નારા લાગી રહ્યા હતા.’
વીરેન્દર સેહવાગે આ વિડિયો-કૉલમાં આર્યવીર પ્રત્યે ગર્વ વ્યક્ત કર્યો અને ટીમના તમામ પ્લેયર્સ સુધી શુભેચ્છા પહોંચાડી હતી. ૧૯ વર્ષનો આર્યવીર વીરેન્દર સેહવાગનો મોટો દીકરો છે. ૧૬ વર્ષનો નાનો દીકરો વેદાંત સેહવાગ પણ ક્રિકેટમાં કરીઅર બનાવી રહ્યો છે.

૩૬૧ રન ફટકારીને આર્યવીર પ્લેયર આૅફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ પણ જીત્યો 
આર્યવીર સેહવાગ અન્ડર-19 એશિયા કપ 2026માં ભારતના વિજયી અભિયાન માં મોટું યોગદાન આપીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ પણ જીત્યો હતો. તેણે પાંચ મૅચમાં ૩૮ ફોર અને ૧૬ સિક્સના આધારે ૩૬૧ રન કર્યા હતા. તેણે ૯૦.૨૫ની ઍવરેજ અને ૯૫.૫૦ના 
સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. ઓપનર તરીકે તેણે અનુક્રમે ૭૦ રન અણનમ , ૨૨ રન, ૧૬૦ રન, ૫૧ રન અને ૫૮ રનની ઇનિંગ્સ રમી હતી. 



અન્ડર-19 એશિયા કપની જીતનો હીરો મોહિત ઉલ્વા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં સામેલ 


સુરેન્દ્રનગરમાં જન્મેલા ૧૮ વર્ષના ઑલરાઉન્ડર મોહિત ઉલ્વાએ અન્ડર-19 એશિયા કપમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી. પાકિસ્તાન સામે ફાઇનલમાં ૪૯ રનની અણનમ ઇનિંગ્સ રમીને મોહિત ઉલ્વા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
દસમા ક્રમે બૅટિંગ કરીને મોહિત ઉલ્વાએ સાત ઓવરની અંદર ભારતનો સ્કોર ૨૫૨-૮ થી ૩૩૯-૯ સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. હવે તેને ડાયરેક્ટ સિનિયર ડોમેસ્ટિક ટીમમાં સ્થાન મળ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (SCA)એ તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટેની પોતાની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. જયદેવ ઉનડકટની આગેવાનીમાં તે આજે હરિયાણા સામેની મૅચ રમવા માટે ઉપલબ્ધ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK