તે પણ બૅન્ગલોર-ગર્લ છે અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સાથે જોડાયેલી છે. એ તેના માટે પણ ખૂબ જ ખાસ છે અને તેને એનો ખૂબ જ ગર્વ થશે.
આઇપીએલની ટ્રોફી જીત્યા બાદ ચૅમ્પિયન્સ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમ.
છેક ૧૮મી સીઝનમાં પહેલું IPL ટાઇટલ જીતનાર બૅન્ગલોરના વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા વિશે મોટું નિવેદન આપ્યું હતું. ડેટિંગના સમયથી સ્ટેડિયમમાં સપોર્ટ કરવા આવતી અનુષ્કા વિશે તે કહે છે, ‘તેને પણ ૧૧ વર્ષ થઈ ગયાં (રાહ જોઈ) છે. સતત મૅચમાં આવવું, મુશ્કેલ મૅચ જોવી, અમને હારતા જોવું. તમારા જીવનસાથી તમારા રમવા માટે શું કરે છે? બલિદાન, પ્રતિબદ્ધતા અને બધા મુશ્કેલ સમયમાં તમારી સાથે રહેવું. આ બધું તમે શબ્દોમાં વર્ણવી શકતા નથી. જ્યારે તમે પ્રોફેશનલ પ્લેયર તરીકે રમો છો ત્યારે જ તમે સમજી શકો છો કે પડદા પાછળ કેટલી બધી ઘટનાઓ બને છે અને તેઓ કેવી સ્થિતિમાંથી પસાર થાય છે.’
ADVERTISEMENT
કોહલીએ આગળ ઉમેર્યું, ‘અનુષ્કા બૅન્ગલોર સાથે ખૂબ જ જોડાયેલી છે, તે પણ બૅન્ગલોર-ગર્લ છે અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સાથે જોડાયેલી છે. એ તેના માટે પણ ખૂબ જ ખાસ છે અને તેને એનો ખૂબ જ ગર્વ થશે.’
અયોધ્યામાં જન્મેલી ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ બૅન્ગલોરમાં સ્કૂલ અને કૉલેજનું શિક્ષણ પૂરું કર્યું હતું.
20
આટલા કરોડ રૂપિયા મળ્યા બૅન્ગલોરને ચૅમ્પિયન બનવા બદલ.

