૧૮મી સીઝનના મેગા ઑક્શન પહેલાં તેને બૅન્ગલોર દ્વારા ૨૧ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો.
વિજય માલ્યા સાથેનો વિરાટ કોહલીનો ફાઇલ ફોટો.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના ભૂતપૂર્વ માલિક અને અબજો રૂપિયાની નાણાકીય છેતરપિંડી માટે ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાએ વિરાટ કોહલીની વફાદારીની પ્રશંસા કરી હતી અને ટ્વીટ કરીને લખ્યું કે ‘જ્યારે મેં RCB ટીમ બનાવી ત્યારે મારું સ્વપ્ન હતું કે IPL ટ્રોફી બૅન્ગલોર આવે. મેં યુવાન કિંગ કોહલીને પસંદ કર્યો અને એ જોઈને આનંદ થયો કે તે ૧૮ વર્ષ સુધી RCB સાથે રહ્યો. મેં ક્રિસ ગેઇલ અને એ.બી. ડિવિલિયર્સને પણ પસંદ કર્યા હતા જેઓ RCBના ઇતિહાસનો અભિન્ન ભાગ છે. મારું સ્વપ્ન પૂર્ણ કરવા બદલ બધાને અભિનંદન અને આભાર. RCB ફૅન્સ શ્રેષ્ઠ છે અને આ જીતને પાત્ર છે.’
૨૦૦૮માં પ્રથમ સીઝનમાં બૅન્ગલોરે વિરાટ કોહલીને ૧૨ લાખ રૂપિયામાં સાઇન કર્યો હતો. ૧૮મી સીઝનના મેગા ઑક્શન પહેલાં તેને બૅન્ગલોર દ્વારા ૨૧ કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો.

