પ્રેસ-કૉન્ફરન્સમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તું માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વર્લ્ડ કપના પ્લાનમાં સામેલ છે
રોહિત શર્મા અને વિરાટ કોહલી દાવેદાર છે વન-ડે વર્લ્ડ કપ 2027 માટે
દિલ્હી ટેસ્ટ-મૅચની પૂર્વસંધ્યાએ ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલે અનુભવી બૅટર રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે મોટી કમેન્ટ કરી હતી.
પ્રેસ-કૉન્ફરન્સમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તું માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વર્લ્ડ કપના પ્લાનમાં સામેલ છે.
ADVERTISEMENT
એના જવાબમાં તે કહે છે, ‘ચોક્કસ. રોહિત અને કોહલીનો અનુભવ અને ભારત માટે તેમણે જીતેલી મૅચની સંખ્યા શાનદાર છે. દુનિયામાં બહુ ઓછા પ્લેયર્સ છે જેમની પાસે આટલી કુશળતા, ગુણવત્તા અને અનુભવ છે. અમે ચોક્કસપણે તેમને (ભવિષ્યની યોજનાઓના ભાગ રૂપે) ધ્યાનમાં લઈ રહ્યા છીએ.’
રોહિત શર્માની કૅપ્ટન્સીના યુગની વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું રોહિતભાઈ પાસેથી ઘણા ગુણો વારસામાં મેળવવા માગું છું. એમાંથી એક તેમનો શાંત સ્વભાવ અને તેમણે ટીમમાં જે પ્રકારની મિત્રતા બનાવી છે એ એવી વસ્તુ છે જેની હું ઇચ્છા રાખું છું. હું બધા ફૉર્મેટમાં રમવા માગું છું અને બધા ફૉર્મેટમાં દેશ માટે સફળ થવા માગું છું અને ICC ટાઇટલ જીતવા માગું છું.’


