Viral Video: ગયા રવિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs. પાકિસ્તાન વચ્ચે મેચ થઈ હતી, જેમાં ભારતે છ રનથી જીત મેળવી હતી
અનુષ્કા શર્મા થઈ ગુસ્સે (તસવીર સૌજન્ય મિડ-ડે)
અમેરિકામાં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપનો રંગ જામ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારત જોરદાર પરફોર્મ કરી રહ્યું છે. ગયા રવિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs. પાકિસ્તાન વચ્ચે મેચ થઈ હતી, જેમાં ભારતે છ રનથી જીત મેળવી હતી. ભારત પાકિસ્તાનની મેચ (Viral Video) જોવા માટે ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા તેમ જ યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા પણ આવી હતી. આ મેચ દરમિયાન અનુષ્કા સાથે એવી ઘટના બની હતી કે હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા કોઈના પર ગુસ્સે થઈ છે એવું દેખાઈ રહ્યું છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનુષ્કાના આ વીડિયોમાં (Viral Video) જોવા મળી રહ્યું છે કે તે શર્મા ભારત vs. પાકિસ્તાન T20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચ દરમિયાન નારાજ થઈ ગઈ હતી અને તે બાદ થોડા જ સમયમાં તે કોઈ વ્યક્તિ સાથે ગુસ્સેથી વાત કરતી જોવા મળી હતી. જો કે અનુષ્કાના ગુસ્સા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે છે કે અનુષ્કા કોઈ કારણસર ગુસ્સે અને અપસેટ છે. આ વીડિયોમાં અનુષ્કાએ એક ઓવરસાઈઝ બ્લુ શર્ટ અને સફેદ ટી-શર્ટ પહેર્યું છે અને પોનીટેલ સ્ટાઈલમાં તેણે પોતાના વાળ બાંધ્યા હતા.
ADVERTISEMENT
View this post on Instagram
બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ન્યુ યોર્કમાં (Viral Video) રવિવારે ભારત vs પાકિસ્તાન મેચ લાઇવ જોવા આવી હતી. આ મેચ T20 વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ અપેક્ષિત મેચો પૈકીની એક હતી. પ્રથમ ઇનિંગ કે ભારત 119 રનમાં આઉટ થઈ જતાં લોકો ટીમ મેચ જીતશે કે નહીં તે બાબતને લઈને મુંજવાણમાં મુકાયા હતા. ત્યારબાદ બીજી ઇનિંગમાં બૉલિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા બાદ ભારતના જીતવાના ચાન્સ માત્ર આઠ ટકા હતા. જો કે, મેચના અંતમાં, ભારતીય ટીમે પાકિસ્તાનની એક પછી એક વિકેટ લઈને મેચને 6 રનથી જીતી લીધી હતી.
ભારતે રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ જીતી પછી, દર્શકોના રીએક્સશન્સ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તેમાં અનુષ્કા શર્મા મેચના પહેલા તબક્કે સ્થિતિને કારણે અપસેટ લાગી રહી હતી. જો કે, જ્યારે ભારતીય ટીમે જીત હાંસલ કરી, ત્યારે તે સ્ટેન્ડ્સમાં બીજા લોકો સાથે સેલિબ્રેશન કર્યું હતું. જસપ્રિત બુમરાહની બૉલિંગથી ભારતને પાકિસ્તાનના (Viral Video) ત્રણ મુખ્ય બેટરની વિકેટી મળી હતી. તે બાદ હાર્દિક પંડ્યાએ બે, અક્ષર પટેલે એક અને પેસ બૉલર અર્શદીપ સિંહે એક વિકેટ લીધી હતી. તેમ જ વિકેટકીપર રિષભ પંતે 31 બૉલમાં 42 રન બનાવ્યા હતા.

