T20 અને ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયર થયા પછી ૩૭ વર્ષનો રોહિત શર્મા અને ૩૬ વર્ષનો વિરાટ કોહલી ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમશે એવી અપેક્ષા છે.
ટૉડ ગ્રીનબર્ગ, વિરાટ કોહલી અને રોહિત શર્મા
ભારતીય ટીમ ઑક્ટોબર-નવેમ્બરમાં ત્રણ વન-ડે અને પાંચ T20 મૅચની સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની ટૂર પર જશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના CEO ટૉડ ગ્રીનબર્ગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ છેલ્લી વખત હોઈ શકે છે જ્યારે અમે વિરાટ કોહલી અને રોહિત શર્માને અમારા દેશમાં રમતા જોઈએ. જો એવું થાય તો અમે તેમને એક શાનદાર ફેરવેલ આપીશું.’
T20 અને ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયર થયા પછી ૩૭ વર્ષનો રોહિત શર્મા અને ૩૬ વર્ષનો વિરાટ કોહલી ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ સુધી રમશે એવી અપેક્ષા છે. આ દરમ્યાન બન્ને સ્ટાર પ્લેયર્સ જુદા-જુદા દેશો સામેની વન-ડે સિરીઝમાં ૨૭ વાર મેદાન પર ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમતા જોવા મળશે.

