WTC ફાઇનલમાં કાંગારૂ ટીમ સામે આફ્રિકન ટીમ અપસેટ સર્જી શકે છે
એ.બી. ડિવિલિયર્સ
મિસ્ટર 360 ડિગ્રી એ.બી. ડિવિલિયર્સ માને છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાની ટીમ અપસેટ સર્જવા સક્ષમ છે. ડિવિલિયર્સ કહે છે, ‘લૉર્ડ્સના મેદાનમાં ફાઇનલ રમવી એ સાઉથ આફ્રિકન ક્રિકેટ માટે એક મોટી ક્ષણ છે. આખો દેશ અમારી ટીમ સાથે ઊભો રહેશે. આશા છે કે અમે જીતી શકીશું. હું આ પડકાર માટે ઉત્સાહિત છું. આ એક સંતુલિત ટીમ છે અને મને વિશ્વાસ છે કે અમે ઑસ્ટ્રેલિયાને અપસેટ કરી શકીશું. હું એને અપસેટ કહી રહ્યો છું, કારણ કે કાંગારૂ ટીમ સ્પષ્ટપણે આ ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ જીતવા માટે ફેવરિટ છે.’
સાઉથ આફ્રિકાની ટીમ પહેલી વાર WTC ફાઇનલ રમતી જોવા મળશે.

