Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી T20 મૅચમાં ૪ બૉલમાં ૪ વિકેટ લીધી ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર જમશેદ આલમે

પહેલી T20 મૅચમાં ૪ બૉલમાં ૪ વિકેટ લીધી ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર જમશેદ આલમે

Published : 23 November, 2026 03:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL ટીમો સહિત વિરાટ કોહલી માટે પણ તે નેટ બોલરની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

જમશેદ આલમ

જમશેદ આલમ


રેલવેઝ તરફથી ઑફિશ્યલ T20 ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ઉત્તર પ્રદેશના ફાસ્ટ બોલર જમશેદ આલમે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સૌરાષ્ટ્ર સામે ૧૮૩ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતા સમયે જમશેદ આલમે ૪ ઓવરમાં ૩૮ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ૩ બૅટર્સને તેણે પહેલા જ બૉલ પર તંબુભેગા કર્યા હતા. સૌરાષ્ટ્ર ૨૦ ઓવરમાં ૧૫૩-૮નો સ્કોર કરીને ૨૯ રને હાર્યું હતું. જમશેદ આલમે પોતાની પહેલી ઓવરની છેલ્લા ૪ બૉલ પર ૪ વિકેટ લીધી હતી. T20 ક્રિકેટમાં ભારતીય તરીકે કર્ણાટક માટે અભિમન્યુ મિથુન (૨૦૧૯) અને વિદર્ભ માટે દર્શન નાલકંડે (૨૦૨૧)એ ૪ બૉલમાં ૪ વિકેટ લીધી હતી. માત્ર ૯ બૉલમાં પાંચ વિકેટ લેનાર જમશેદ આલમ પહેલાં વિશ્વમાં માત્ર પાકિસ્તાનના અફાક આફ્રિદીએ ડેબ્યુ T20 મૅચમાં ૪ બૉલમાં ૪ વિકેટ લીધી હતી. ૨૩ વર્ષનો જમશેદ આલમ કિશાન પરિવારમાં જન્મયો હતો અને ક્રિકેટર બનવા માટે નાનકડા ગામનું છોડીને ૧૩ વર્ષની ઉંમરે લખનઉમાં ટ્રેઇનિંગ માટે આવી ગયો હતો. IPL ટીમો સહિત વિરાટ કોહલી માટે પણ તે નેટ બોલરની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

છત્તીસગઢ સામે ૧૬૦ રનનો સરળ લક્ષ્યાંક ચેઝ કરીને ૯ વિકેટે જીતી સૂર્યા ઍન્ડ કંપની


અંગક્રિશ રઘુવંશીએ ૬૩ બૉલમાં અણનમ ૮૪ રન  ફટકાર્યા હતા.

કલકત્તામાં ગઈ કાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મૅચમાં છત્તીસગઢ સામે ૯ વિકેટની જીત સાથે મુંબઈએ ગ્રુપ Dમાં પોતાનું નંબર વનનું સ્થાન મજબૂત કર્યું હતું. ૧૭ વર્ષના કૅપ્ટન વિકલ્પ તિવારીના ૧૮ બૉલમાં ૪૧ રનની મદદથી છત્તીસગઢ ૧૮.૨ ઓવરમાં ૧૫૯ રન કરીને ઑલઆઉટ થયું હતું. જવાબમાં અંગક્રિશ રઘુવંશીની તોફાની ઇનિંગ્સની મદદથી મુંબઈએ ૧૮.૫ ઓવરમાં ૧૬૨-૧નો સ્કોર કરીને અજેય અભિયાન ચાલુ રાખ્યું હતું. ઓપનર અંગક્રિશ રઘુવંશી ૬૩ બૉલમાં ૮ ફોર, ૩ સિક્સની મદદથી અણનમ ૮૪ રન કરીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેના સાથી ઓપનર હાર્દિક તામોરેએ ૩૪ બૉલમાં ૪૨ રન અને મુશીર ખાને ૧૬ બૉલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર શિવમ દુબેએ ૩.૨ ઓવરમાં ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 03:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK