સૂર્યાએ વર્તમાન સીઝનમાં ૩૨ સિક્સર ફટકારીને મુંબઈ માટે એક સીઝનમાં હાઇએસ્ટ ૩૧ સિક્સરનો સનથ જયસૂર્યાનો ૨૦૦૮નો રેકૉર્ડ પણ તોડ્યો છે
સૂર્યકુમાર યાદવ
મુંબઈ ઇન્ડિયન્સના મિડલ ઑર્ડર બૅટર સૂર્યકુમાર યાદવે વર્તમાન સીઝનમાં ૧૪ મૅચમાં પાંચ ફિફ્ટીની મદદથી ૬૪૦ રન બનાવ્યા છે. આ સાથે જ તેણે એક સીઝનમાં મુંબઈ માટે હાઇએસ્ટ ૬૧૮ રન કરવાનો સચિન તેન્ડુલકરનો ૨૦૧૦નો રેકૉર્ડ તોડ્યો છે. સૂર્યા આ પહેલાં ૨૦૨૩માં ૬૦૫ રન ફટકારી ચૂક્યો છે. તે બે IPL સીઝનમાં મુંબઈ માટે ૬૦૦ પ્લસ રન કરનાર પહેલો બૅટર બન્યો છે. તે બે વખત ૬૦૦ પ્લસ રન કરનાર IPLનો પહેલો નૉન-ઓપનર બૅટર પણ બન્યો છે.
સૂર્યાએ વર્તમાન સીઝનમાં ૩૨ સિક્સર ફટકારીને મુંબઈ માટે એક સીઝનમાં હાઇએસ્ટ ૩૧ સિક્સરનો સનથ જયસૂર્યાનો ૨૦૦૮નો રેકૉર્ડ પણ તોડ્યો છે. તેણે આ સીઝનમાં ૧૪ ઇનિંગ્સમાં ૧૪ વાર ૨૫ પ્લસ રનનો સ્કોર કર્યો છે. આ સાથે તેણે એક સીઝનમાં હાઇએસ્ટ પચીસ પ્લસ સ્કોર કરનાર શુભમન ગિલ (૧૭ ઇનિંગ્સમાં ૧૩ વાર)નો ૨૦૨૩નો અને કેન વિલિયમસન (૧૭ ઇનિંગ્સમાં ૧૩ વાર)નો ૨૦૧૮નો રેકૉર્ડ તોડ્યો છે.
ADVERTISEMENT
|
સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન |
|
|
રન |
૫૭ |
|
બૉલ |
૩૯ |
|
ચોગ્ગા |
૬ |
|
છગ્ગા |
૨ |
|
સ્ટ્રાઇક-રેટ |
૧૪૬.૧૫ |


