Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update : સિંગાપોરમાં ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાઓ સન્માનિત થયા

Sports Update : સિંગાપોરમાં ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાઓ સન્માનિત થયા

Published : 09 August, 2026 01:25 PM | IST | Singapore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૩નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્યો સિંગાપોરમાં ‘૮૩ લેજન્ડ્સ ટૂર’ માટે ભેગા થયા હતા. કપિલ દેવ, સુનીલ ગાવસકર સહિતના ખેલાડીઓએ વર્લ્ડ કપની યાદો તાજી કરી હતી.

સિંગાપોરમાં ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાઓ સન્માનિત થયા

સિંગાપોરમાં ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાઓ સન્માનિત થયા


૧૯૮૩નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્યો હાલમાં સિંગાપોરમાં ભેગા થયા હતા. સિંગાપોરની મેરિનર્સ ક્રિકેટ ક્લબે ત્રણ દિવસીય ઇવેન્ટ ‘૮૩ લેજન્ડ્સ ટૂર’નું આયોજન કર્યું હતું. ૧૯૮૩માં પચીસ જૂને ભારતીય ટીમે લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડીઝને ૪૩ રને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. 
રમતગમત, કૉર્પોરેટ ક્ષેત્રના ૬૦૦થી વધુ મહેમાનો વચ્ચે આ ઇવેન્ટમાં ભારતના પહેલા વન-ડે વર્લ્ડ કપ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કૅપ્ટન કપિલ દેવ, સુનીલ ગાવસકર સહિતના મોટા ભાગના ખેલાડીઓએ ઇન્ટરૅક્ટિવ સેશન દરમ્યાન વર્લ્ડ કપની યાદો તાજા કરી હતી. 

જેમિમા રૉડ્રિગ્સ હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ધ હન્ડ્રેડમાંથી આઉટ થઈ ગઈ



મુંબઈકર જેમિમા રૉડ્રિગ્સનું વિમેન્સ ધ હન્ડ્રેડ અભિયાન સમય પહેલાં પૂર્ણ થયું છે. હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ભારતીય બૅટર જેમિમા રૉડ્રિગ્સ હવે સધર્ન બ્રેવની સ્ક્વૉડમાંથી બહાર થઈ ગઈ છે. ૬ મૅચમાંથી માત્ર એક મૅચ હારીને આ ટીમ ૨૦ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં ૮ ટીમો વચ્ચે ટૉપ ટૂમાં સામેલ છે. 
જેમિમા રૉડ્રિગ્સે ૬ મૅચમાં ૧૫ ફોરની મદદથી ૧૪૩ રન કર્યા હતા. હૅમસ્ટ્રિંગ ઇન્જરીની ગંભીરતા હજુ સુધી જાણી શકાઈ નથી, પરંતુ એશિયા કપના ૨૦ દિવસ પહેલાં જેમિમા રૉડ્રિગ્સની ફિટનેસ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. સધર્ન બ્રેવમાં જેમિમાને સ્થાને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ચાર્લી નૉટને સામેલ કરવામાં આવી છે.


કોરિયા માસ્ટર્સમાં ભારતની જ સાથી ખેલાડીને હરાવીને અશ્મિતા ચાલિહાની ફાઇનલમાં એન્ટ્રી

ગઈ કાલે કોરિયા માસ્ટર્સ સુપર 300 બૅડ્મિન્ટન ટુર્નામેન્ટમાં ગુવાહાટીની બે મહિલા શટલર વચ્ચે ઑલ ઇન્ડિયન સેમી-ફાઇનલ રમાઈ હતી. અશ્મિતા ચાલિહાએ ૨૧-૧૩, ૧૬-૨૧, ૨૧-૧૩થી રક્ષિતા રામરાજ સામે જીત નોંધાવી હતી. વર્લ્ડ રૅન્કિંગમાં અશ્મિતા ચાલિહા સાથી ખેલાડી રક્ષિતા રામરાજથી એક ક્રમ પાછળ પચાસમો રૅન્ક ધરાવે છે. હજી સુધી ભારતના કોઈ શટલર આ ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યા નથી. 
આજે ૨૬ વર્ષની અશ્મિતા ચાલિહાની વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં ચીનની હાન કિયાન્સી સામે ટક્કર થશે. બીજી સેમી-ફાઇનલમાં ચીનની આ ખેલાડીએ કોરિયાની ખેલાડી ગ્રેસ કિમ સામે ૨૨-૨૦, ૧૮-૨૧, ૨૧-૧૪ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી. ૨૪ વર્ષની હાન કિયાન્સી વર્લ્ડ રૅન્કિંગમાં ૩૫મા ક્રમે છે. 


એક દાયકા બાદ વર્લ્ડ U20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતને જૅવલિન થ્રોનો મેડલ અપાવ્યો આશિષ યાદવે

ઉત્તર પ્રદેશના ૧૯ વર્ષના આશિષ યાદવે અમેરિકામાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને એક દાયકા બાદ વર્લ્ડ અન્ડર-20 ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં જૅવલિન થ્રોનો મેડલ અપાવ્યો હતો. તેણે પોતાના ત્રીજા પ્રયાસમાં ૭૪.૦૯ મીટરનો થ્રો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. સાઉથ આફ્રિકાનો હરીફ ૮૦.૫૦ મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. 
એક દાયકા પહેલાં ૨૦૧૬માં નીરજ ચોપડા આ ટુર્નામેન્ટમાં ભારતને પહેલો જૅવલિન થ્રો મેડલ અપાવનાર ખેલાડી બન્યો હતો. એ સમયે નીરજ ચોપડાએ ૮૬.૪૮ મીટરના વર્લ્ડ-રેકૉર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડાએ આશિષ યાદવ માટે સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘ભારતીય ખેલાડીઓને ઇન્ટરનૅશનલ સ્તરે સ્પર્ધા કરતા અને જીતતા જોવું હંમેશાં શાનદાર હોય છે, પરંતુ જૅવલિન થ્રોઅર તરીકે આ મારા માટે વિશેષ છે. અન્ડર-20 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતવા બદલ મને તારા પર ખૂબ ગર્વ છે આશિષ. આ તો ફક્ત શરૂઆત છે.’  

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 01:25 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK