ઑસ્ટ્રેલિયા ટૂરમાં બન્ને છેલ્લી વન-ડે સિરીઝ રમશે એવા અહેવાલ વચ્ચે ગાંગુલીએ કહ્યું કે ‘હું આ વિશે કંઈ જાણતો નથી એટલે કોઈ કમેન્ટ કરીશ નહીં
સૌરવ ગાંગુલી
ભારતીય ક્રિકેટસ્ટાર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીના વન-ડેના ભવિષ્ય વિશે સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. ઑસ્ટ્રેલિયા ટૂરમાં બન્ને છેલ્લી વન-ડે સિરીઝ રમશે એવા અહેવાલ વચ્ચે ગાંગુલીએ કહ્યું કે ‘હું આ વિશે કંઈ જાણતો નથી એટલે કોઈ કમેન્ટ કરીશ નહીં, પણ જે સારું કરશે એ રમશે. જો તેઓ સારું પ્રદર્શન કરે તો તેમને ટીમમાં જાળવી રાખો. વાઇટ બૉલ ક્રિકેટમાં બન્ને પ્લેયર્સ અસાધારણ છે.’
બંગાળ ક્રિકેટના પ્રમુખપદ વિશે શું કહ્યું?
ADVERTISEMENT
ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળ (CAB)ના પ્રમુખપદની ચૂંટણીમાં ઊતરશે કે નહીં એવા સવાલના જવાબમાં આ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટને કહ્યું કે જો બોર્ડના સભ્યો ઇચ્છે તો હું નામાંકન દાખલ કરીશ. આ પદ પર હાલમાં તેનો ભાઈ સ્નેહાશિષ ગાંગુલી છે. સૌરવ વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી CABનો પ્રમુખ રહ્યો છે. આ પછી તે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)નો પ્રમુખ પણ રહી ચૂક્યો છે.


