ભારત અને ઇંગ્લૅન્ડની પાંચમી T20 મૅચ પહેલાં તેઓ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને જોસ બટલરને પણ મળ્યા હતા.
ભારત-ટૂર પર આવેલા બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ હાજરી આપી હતી.
ભારત-ટૂર પર આવેલા બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ હાજરી આપી હતી. ભારત અને ઇંગ્લૅન્ડની પાંચમી T20 મૅચ પહેલાં તેઓ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને જોસ બટલરને પણ મળ્યા હતા. વાનખેડેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી, તેમના મોટા દીકરા આકાશ અંબાણી સહિત ઇન્ફોસિસના સ્થાપક અને સસરા નારાયણ મૂર્તિ સાથે સ્ટૅન્ડમાં મૅચનો આનંદ માણનાર રિશી સુનકે કેટલાક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.
ADVERTISEMENT
ટીમ ઇન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવતાં તેમણે લખ્યું કે ‘વાનખેડે ખાતે ઇંગ્લૅન્ડ માટે મુશ્કેલ દિવસ હતો, પરંતુ મને ખબર છે કે અમારી ટીમ વધુ મજબૂત રીતે વાપસી કરશે. ટીમ ઇન્ડિયાને જીત બદલ અભિનંદન. પરિણામ ગમે એ હોય, મૅચ પહેલાં જોસ બટલર અને સૂર્યકુમાર યાદવને મળવું એ સન્માનની વાત હતી અને મારા સસરા સાથે ક્રિકેટ જોવાનો આનંદ પણ હતો.’

