ઓવલ મેદાનમાં ક્રિકેટ રમ્યા ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન રિશી સુનક
રિશી સુનક
મુંબઈની મુલાકાતે આવેલા બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકનો ક્રિકેટપ્રેમ જાણીતો છે. ગઈ કાલે તેમણે ફરી એક વખત હાથમાં બૅટ પકડ્યું હતું અને ચર્ચગેટના ઓવલ મેદાનમાં સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. તેમણે વાત કરતાં-કરતાં કહ્યું પણ હતું કે જો મુંબઈ આવીએ અને ટેનિસ બૉલથી ક્રિકેટ ન રમીએ તો મુંબઈની મુલાકાત અધૂરી ગણાય. સાથે પોતે વધુ વાર ક્રીઝ પર રહ્યા અને આઉટ ન થયા એ બાબતે પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

