સગાઈ બાદ પહેલી વાર સાસરે પહોંચેલા રિન્કુને ઘરના વડીલો સહિત અન્ય સભ્યો તરફથી પ્રેમભર્યું સ્વાગત મળ્યું હતું.
સાસરે ગયેલા રિન્કુ સિંહનું ગુલાબોથી થયું સ્વાગત
સંસદસભ્ય પ્રિયા સરોજ સાથે સગાઈ કરનાર ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સગાઈ બાદ પહેલી વાર સાસરે પહોંચેલા રિન્કુને ઘરના વડીલો સહિત અન્ય સભ્યો તરફથી પ્રેમભર્યું સ્વાગત મળ્યું હતું.
તિલક અને પુષ્પવર્ષાથી સ્વાગત કર્યા બાદ ઘરના સભ્યોએ તેને ઘણાં બધાં ગુલાબ આપીને શુભેચ્છા પાઠવી હતી. બ્લુ ટી-શર્ટ પહેરેલી પ્રિયા સરોજ જ્યારે તેને ગુલાબ આપવા આવી ત્યારે શર્મથી લાલ થઈ ગઈ હતી અને જોરથી હસી પડી હતી.

